Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મનાલીમાં હવે માસ્ક નહીં પહેરનારને ૫૦૦૦નો દંડ અથવા ૮ દિવસની જેલ

વધતી ભીડની ચિંતાથી હિમાચલ સરકારનો નિર્ણય

નવી દિલ્હી,તા.૯ : કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થયા બાદ કોરોનાના નિયંત્રણોમાં ઢીલ આપવામાં આવી છે .જેના પગલે મનાલી , સિમલા સહિતના હિલ સ્ટેશનો પર જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે.

લોકોની ભીડને જોઈને સરકાર પણ ચોંકી ઉઠી છે.કારણકે તેનાથી કોરોનાનુ સંક્રમણ ફરી ફેલાવાનો ખતરો છે.હવે મનાલીમાં સ્થાનિક તંત્રે મોટો નિર્ણય કર્યો છે કે, મનાલીમાં જો કોઈ વ્યકિત માસ્ક વગર પકડાશે તો તેને ૫૦૦૦ રુપિયા દંડ અથવા તો આઠ દિવસની જેલની સજા થશે.હિમાચલ પ્રદેશમાં કોરોનાનુ જોર ઓછુ થયા બાદ સરકારે બહારથી લોકોને આવવાની પરવાનગી આપી છે.જેના પગલે હવે રોજ અન્ય રાજયોની ૧૮૦૦૦ થી ૨૦૦૦૦ વાહનો દાખલ થઈ રહ્યા છે.બહારના પર્યટકોના કારણે હિમાચલ પ્રદેશ પર કોરોનાનુ જોખમ તોળાઈ રહ્યુ છે.

મનાલી અને સિમલામાં તો હોટલો ફુલ છે અને બજારોમાં પગ મુકવાની જગ્યા નથી.બજારોમાં એટલી હદે ભીડ છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરા ઉડી રહ્યા છે.જેના પગલે મનાલીમાં હવે નવો નિયમ લાગુ કરાયો છે.

(3:15 pm IST)