Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મોદી સરકારના સૌથી નાની વયના મંત્રી અને પશ્ચિમ બંગાળના ૩૫ વર્ષના સાંસદ નિશિથ પ્રમાણિકની શૈક્ષણિક યોગ્યતા ઉપર સવાલ

સૌથી નાની વયના મંત્રી વિવાદમાં ફસાયા

નવી દિલ્હી, તા. : મોદી સરકારના સૌથી નાની વયના મંત્રી અને પશ્ચિમ બંગાળના ૩૫ વર્ષના સાંસદ નિશિથ પ્રમાણિક મંત્રી બનતાની સાથે વિવાદોમાં ઘેરાયા છે. પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતાએ તેમની શૈક્ષણિક યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા છે.તેમણે સવાલ પૂછ્યો છે કેનિશિથ પ્રમાણિક ગ્રેજ્યુએટ છે કે, માત્ર સેકન્ડરી પાસ છે.ટીએમસી નેતા પાર્થ પ્રતિમ રોયનો દાવો છે કે, સાંસદની વેબસાઈટ પર તેમની શૈક્ષણિક યોગ્યતા બીસીએ દર્શાવાઈ છે જ્યારે ચૂંટણી દરમિયાન તેમણે જે સોગંદનામુ કર્યુ હતુ તેમાં શૈક્ષણિક યોગ્યતા સેકન્ડરી દર્શાવાઈ છે. ઉલ્લેખનીય છે કેનિશિથ પ્રમાણિક મોદી સરકારના મંત્રી મંડળના સૌથી યુવા મંત્રી છે.તેમણે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં પણ જીત મેળવી હતી અને પાર્ટીના નિર્દેશ પર ધારાસભ્ય તરીકે શપથ નહોતા લીધા.ભાજપે તેમના લોકસભા અને વિધાનસભા મત વિસ્તારમાં સારો દેખાવ કર્યો છે. જોકે તેમના મંત્રી બન્યા બાદ વિવાદ શરુ થઈ ગયો છે અને તેમની શૈક્ષણિક યોગ્યતા પર ટીએમસી દ્વારા સવાલ ઉઠાવાયા છે.

(12:00 am IST)