Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

MP ભાજપના નેતા સાથે ગોઠવણ કરીને વિકાસ હાજર થયો : કોંગ્રેસ

વિકાસને બચાવવામાં આવ્યો છે : કમલકાંત : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મોબાઈલ કોલ ડેટાને પણ સાર્વજનિક કરવા માટેની માગ કરી હતી

ભોપાલ, તા. ૯ : સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કોંગ્રેસના દિગ્વિજય સિંહે યૂપી તેમજ મધ્યપ્રદેશની સરકાર સમક્ષ કુખ્યાત માફિયા વિકાસ દુબેની ધરપકડ છે કે શરણાગતિ તે વાતનો ફોડ પાડવા જણાવ્યુ છે. દિગ્વિજય સિંહે તો એવો પણ આરોપ મુક્યો હતો કે મધ્યપ્રદેશ ભાજપના એક મોટા નેતાએ યૂપીના ડોનને સલામત રાખવા હાજર કરવાની ગોઠવણ કરી છે. જ્યારે અખિલેશ યાદવે તેના મોબાઈલ કોલ ડેટાને પણ સાર્વજનિક કરવાની માગ કરી હતી. એથી તેને નાસી છુટવામાં કોણે કોણે મદદ કરી તે પણ લોકો જાણી શકે. જ્યારે કાનપુરકાંડમાં માર્યા ગયેલા પોલીસ અધિક્ષક દેવન્દ્ર મિશ્રાના ભાઈ કમલકાંતે કહ્યું કે વિકાસ દુબેને બચાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેમાં મોટા સ્તરે મિલીભગત થઈ છે. વિકાસની માતા સરલા દેવીએ જણાવ્યુ કે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વિકાસની સાસરી છે અને તે દર વર્ષે શ્રાવણ માસમાં મહાકાલના દર્શન કરવા જાયે છે તેમજ ભોલે બાબાએ મારા પુત્રનો જીવ બચાવ્યો છે.

(9:56 pm IST)