Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

પોતાને શાણો સમજતો ગેંગસ્ટર વિકાસ દુબે... મહાકાલ મંદિરના ગાર્ડની હોશિયારીથી આવી ગયો પકડમાં

ઉજ્જૈન, તા.૯: વિકાસ દુબે મંદિર પહોંચીને પણ ભગવાન મહાકાલના દર્શન કરી શકયો નહીં. જે સિકયુરિટી ગાર્ડે ઉજ્જૈન મહાકાલ મંદિર પરિસરથી કાનપુરના કુખ્યાત ગેંગસ્ટર દુબેની ધરપકડ કરાવી તેની આખી કહાની તમે એ જ ગાર્ડના મુખેથી જાણો.

VIDEO: પોલીસે દબોચ્યા બાદ વિકાસ દુબે જે રીતે બોલ્યો...પોલીસ વિફરી અને મારી માથા પાછળ થપાટ

સિકયુરિટી ગાર્ડ લખન યાદવે જણાવ્યું કે વિકાસ સવારે ૭ વાગે મંદિર આવ્યો હતો. તેણે મંદિરના પાછળના ગેટથી અંદર આવવાની કોશિશ કરી હતી. અમને વિકાસ દુબે શંકાસ્પદ લાગ્યો એટલે પોલીસને જાણ કરી. અમે પહેલેથી વિકાસ દુબેનો ફોટો જોતા હતા એટલે તેને ઓળખી લીધો.

સિકયુરિટી ગાર્ડે જણાવ્યું કે વિકાસ દુબે ભગવાન મહાકાલના દર્શન તો કરી શકયો નહીં. તે મંદિરમાં દર્શન કરવા જતો જ હતો કે પોલીસે તેને પકડી લીધો.

વિકાસ દુબેએ શુભમ નામના આઈડીથી કરાવી હતી રસીદ મળતી માહિતી મુજબ વિકાસ દુબેએ શુભમ નામના આઈડીથી ૨૫૦ રૂપિયાની રસીદ કપાવી હતી. તે ૨૮ વર્ષના શુભમની ઓળખ સાથે મધ્ય પ્રદેશમાં ઘૂમી રહ્યો હતો. મહાકાલ મંદિરમાં હાજર કર્મચારી ગોપાલ સિંહે પણ આ અંગે કહ્યું કે વિકાસ દુબેએ મને પૂછ્યું કે જૂતા અને બેગ કયાં રાખુ? તે બેગ રાખીને જતો રહ્યો. સિકયુરિટી ગાર્ડને લાગ્યું કે આ વિકાસ દુબે હોઈ શકે છે. ગોપાલ સિંહે વધુમાં જણાવ્યું કે 'વિકાસ દુબે દર્શન કરે તે પહેલા જ સિકયુરિટી ગાર્ડે બેસાડી દીધો. સ્થાનિક ચોકીથી પોલીસ બોલાવવામાં આવી. વિકાસ દુબેએ ભાગવાની કોશિશ કરી. તેની પાસે દર્શન માટે વીઆઈપી રસીદ હતી.'

(3:45 pm IST)