Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ઠંડીમાં કોરોના વધારે મુસિબત ઉભી કરશેઃ ચોમાસુ અને શિયાળો છે કોરોનાના ટાર્ગેટ

દેશના તાપમાન અને કોવિડ-૧૯ વચ્ચે કનેકશનને લઈને રિસર્ચ કર્યુ છે

નવી દિલ્હી,તા.૯ : ચોમાસા બાદ શિયાળાની ઋતુ શરૂ થશે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, આવા હવામાનમાં ઓછું તાપમાન કોરોના સંક્રમણની સ્પીડ સૌથી વધારે રહેશે. ભારતના શોધકર્તાઓએ એક દેશના તાપમાન અને કોવિડ-૧૯ વચ્ચે કનેકશનને લઈને રિસર્ચ કર્યું છે.

શોધકર્તાઓએ ઠંડા તાપમાન અને મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણના ધરાવતા દેશોની વચ્ચે એક મહત્વપૂર્ણ જોડાણ હોવાનો દાવો કર્યો છે. જો તે ખરેખર સાચુ થશે તો ઉત્ત્।રી ગોળાર્ધના દેશો માટે મોટી મુસીબત આવી શકે છે કે, કારણ કે આ દેશોમાં વર્ષના અંતસુધીમાં શિયાળો શરૂ થશે.

શોધકર્તાઓ અનુસાર, વાયરસથી લડવા ગરમીનો સમય સૌથી વધારે સારો હોય છે. રાજસ્થા સેન્ટ્રલ યુનિવર્સિટીની બાયોકેમિસ્ટ ચાંડી મંડલ અને બનારસ હિન્દુ યુનિવર્સિટીવા મહાવીરસિંગ પંવારે અલગ અલગ દેશોના તાપમાન અને કોવિડ-૧૯ એકટીવ કેસો ઉપર શોધ કરી છે.

આ ડેટા માર્ચના અંતથી એપ્રિલના મધ્યમાં એકત્ર કરવામાં આવ્યાં છે. બંનેમાં જાણવા મળ્યું કે, ઉચ્ચ અક્ષાંસો અને ઠંડકવાળા દેશોમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં વધારે થવાની સંભાવના રહી છે. તેનાથી વિપરીત ગરમ અને ઓછા અક્ષાંશવાળા દેશોમાં તેની અસર ઓછી જોવા મળી છે.

આંકડા મેળવ્યાં બાદ શોધકર્તા તે નિર્ણય ઉપર પહોચ્યા કે જયાં તાપમાન ઓછું હોય ત્યાં કોરોના વાયરસનો સૌથી વધારે ખતરો છે. જો કે, સ્ટડી એ બતાવવામાં અસમર્થ છે કે, કેટલાક ઠંડા દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણના કેસોમાં પ્રમાણમાં વધારો કેવી રીતે થઈ રહ્યો છે.શોધકર્તાનું કહેવું છે કે, ભવિષ્યમાં કેન્સર, ડાયાબિટીઝ, હાઈપરટેન્શન અને મોટાપાના મામલાઓ ઉપર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે મરનારાઓમાં ક્રોનિકલ ડિસીઝના શિકાર થનારાની સંખ્યાં સૌથી વધારે છે.

આ પહેલા પણ એકસપર્ટ્સે જણાવ્યું હતું કે ગરમીમાં કોરોના વાયરસ સુસ્ત થઈ જાય છે. સૂર્યથી નીકળનારા અલ્ટ્રાવાયલેટ કિરણો કોરોનાના પ્રભાવને ઓછો કરી દેશે. સાથે જ લોકોના શરીરને પર્યાપ્ત વિટામીન-ડી મળશે, જે ઈમ્યુન સિસ્ટમ સારી રાખવાનું કામ કરે છે.

(11:40 am IST)