Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

હૈદ્રબાદની બાયોલોજીકલ ઇ ની

કાર્બેવૈકસ વિશ્વની સૌથી સસ્તી રસી હશે

ર૮ દિવસના અંતરે બે ડોઝ લઇ શકાશેઃ રૂ. ૪૦૦ આસપાસ કિંમત હશે

નવી દિલ્હી તા. ૯: હૈદ્રાબાદ સ્થિત બાયોલોજીકલ ઇ ની કોરોના વેકસીન ''કાર્બેવેકસ'' વિશ્વની સૌથી સસ્તી વેકસી સાબીત થશે. કેન્દ્ર સરકારે માત્ર રૂ. પ૦ પ્રતિ ડોઝના હિસાબે આના ૩૦ કરોડ ડોઝ ઓર્ડર કર્યો છે.

ભારતીય બજારમાં લોન્ચીંગ બાદ બંન્ને ડોઝની કિંમત રૂ. ૪૦૦ થી પણ ઓછી રાખવામાં આવી શકે છે. હાલ ફેઝ-૩ની ટ્રાયલ ચાલી રહી છે. કંપનીને આશા છે કે ઓગસ્ટથી તે ૭.પ થી ૮ કરોડ ડોઝ દર મહિને તૈયાર કરી શકશે.

કાર્બેવેકસ રીકોમ્બીનેંટ પ્રોટીન સબ યુનિટ વેકસીન છે. આવી વેકસીનને રિસેપ્ટર બાઇડીંગ કોમેન પણ કહે છે. આ બીમારી દેનાર વાયરસના કેટલાક ખાસ ભાગમાંથી બની હોય છે, જેથી રોગને ઇમ્યુન સીસ્ટમ ઓળખી લે. તેના બે ડોઝ ર૮ દિવસના અંતેર લઇ શકાશે અને તેને ફ્રિઝમાં સામાન્ય તાપમાને રાખી શકાશે.

આ વેકસીન એટલા માટે અલગ છે કે પ્રોટીન સબયુનિટ વેકસીનમાં આખા વાયરસને બદલે એટલી જ  વસ્તુઓ હોય છે જે ઇમ્યુન સીસ્ટમને જાગૃત કરવા પુરતી હોય. ઉપરાંત આ આખા વાયરસ વાળી વેકસીનની તુલનામાં વધુ સ્થિત હોય છે. આ રસીમાં સીપીજી ૧૦૧૮  તે એડજુવેંટની જેમ ઉપયોગ કરાયો છે જેથી તેની અસર વધી જાય છે.

(12:58 pm IST)