Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

ચોમાસાના પ્રારંભ સાથે જ મેઘરાજાએ સટાસટી બોલાવી

મુંબઈમાં ભારે વરસાદઃ અનેક વિસ્તારો જળમગ્ન

મુંબઈ, તા. ૯ :. મુંબઈમાં સમય પહેલા ચોમાસાએ પધરામણી કરી છે. ચોમાસાના આગમન સાથે જ મુંબઈ માટે ખતરાની ઘંટડી વાગી છે. આજે મુંબઈમાં હાઈટાઈડ વચ્ચે વરસાદ પડી રહ્યો છે. દરીયામાં ૪.૧૬ મીટર સુધી મોજા ઉછળી શકે છે. તેવામાં સાવચેતીના પગલા સ્વરૂપે દરીયા કિનારાના વિસ્તારોને ખાલી કરવામાં આવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં ગઈકાલથી વરસાદ પડી રહ્યો છે. મુંબઈના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે જેના કારણે ઠેર ઠેર ટ્રાફીકજામ થઈ ગયો હતો.

મુંબઈના હિન્દમાતામા રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. આ સિવાય અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

મુંબઈમાં વરસાદ વરસતા લોકોને બફારાથી રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકો પણ ખુશ થઈ ગયા છે. આગામી દિવસોમાં હજુ દે ધનાધન વરસાદ પડે તેવી શકયતા છે.

(11:45 am IST)