Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

હેમા માલિનીએ કોરોનાથી બચવા હવન કરવાની સલાહ આપી

મહામારીથી બચવા અભિનેત્રીની વિચિત્ર સલાહ : યુપીના મથુરાના સાંસદે હવન કરીને કઈ રીતે કોરોનાને હરાવી શકાય એવો વીડિયો મૂકતાં તે ખૂબજ ટ્રોલ થયાં

મુંબઈ, તા. છેલ્લા એક વર્ષમાં કોરોના વાયરસની બે લહેરમાં લાખો લોકો પ્રભાવિત થયા છે. હજી પણ દેશના કેટલાક ભાગોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે અને સતત નવા કેસ સામે આવી રહ્યા છે. સમય પર બોલિવુડ સેલેબ્સ પણ લોકોને કોરોના મહામારીથી બચવા માટે ઉપાય સૂચવી રહ્યા છે. હાલમાં વીતેલા જમાનાના એક્ટ્રેસ અને મથુરાથી ભાજપ સાંસદ હેમા માલિનીએ કોવિડ-૧૯થી બચવા માટે લોકોને હવન કરવાની વિચિત્ર સલાહ આપી દીધી, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

વિશ્વ પર્યાવરણ દિવસ પર હેમા માલિનીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો. જેને બાદમાં તેમણે ડિલીટ કરી દીધો હતો. વીડિયોમાં હેમા માલિનીએ જણાવ્યું હતું કે, કેવી રીતે ઘરમાં નિયમિત હવન કરવાથી કોરોના વાયરસને હરાવી શકાય છે. વીડિયોમાં એક્ટ્રેસે કહ્યું હતું કે, 'પ્રાચીનકાળથી આપણા દેશમાં હવન કરવાની પ્રથાને લાભદાયી અને નકારાત્મક શક્તિઓને શુદ્ધ કરવાનો ઉપાય માનવામાં આવે છે. આજે આખી દુનિયા એક મહામારી અને પર્યાવરણના પ્રકોપનો સામનો કરી રહી છે. સમયમાં હું તમામ લોકો દરેક બીજા દિવસે જ્યાં સુધી આપણે મહામારીને હરાવી દઈએ ત્યાં સુધી પારિવારિક હવન કરવાની અપીલ કરું છું.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ઉપાયને કોઈ ધર્મ કે જ્ઞાતિ સાથે કોઈ સંબંધ નથી. પર્યાવરણને શુદ્ધ કરવાનો ઉપાય છે. આરએસએસ મથુરાને અભિનંદન પાઠવું છું કે તેઓ તેનો પ્રારંભ કરી રહ્યા છે. દરેકને પ્રાર્થના છે કે શુભ કામમાં ભાગ લો. પરંતુ માસ્ક જરૂરથી પહેરો'.

હેમા માલિનીનો વીડિયો સોશિયલ મીડિયા પર જેવો વાયરલ થયો કે લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું. લોકોએ કોરોના મહામારીની વિશે પાયાવિહોણા અને અંધવિશ્વાસ ફેલાવવા માટે હેમા માલિનીની આકરી નિંદા કરી હતી. લોકોએ સાથે એક્ટ્રેસને ખોટી માહિતી ફેલાવવાની પણ સલાહ આપી હતી.

હેમા માલિનીએ ભલે કોરોના વાયરસને હરાવા માટે હવન કરવાની સલાહ આપી હોય પરંતુ તેમણે પોતે માર્ચ ૨૦૨૧માં કોવિડ વેક્સીનનો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે.

(12:00 am IST)