Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’ પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ પહોંચી

આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ : જીવેશ નામની બિલ્ડીંગના 14માં માળે આગ લાગી

મુંબઈમાં શાહરૂખ ખાનના બંગલા મન્નત પાસે એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. આ આગ 14મા માળે લાગી છે અને આઠ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. જે બિલ્ડીંગમાં આગ લાગી હતી તેનું નામ ‘જીવેશ’ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે   શાહરૂખ ખાનનો બંગલો બાંદ્રામાં આવેલો છે, જ્યાં બીજા ઘણા મોટા સેલેબ્સ રહે છે. આવી સ્થિતિમાં આ વિસ્તાર હાઈપ્રોફાઈલ ગણાય છે. ફાયર બ્રિગેડને આ આગની માહિતી મળતાની સાથે જ તેમની તરફથી તાત્કાલિક આઠ વાહનો મોકલવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.આ આગ કેવી રીતે લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ જે તસવીરો સામે આવી છે તેમાં ધુમાડાના સ્પષ્ટ જોવાઇ રહ્યા હતા

   
(11:06 pm IST)