Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

મુંબઈ ઈંડિયન્સને મોટો ઝટકો: ઈજાને કારણે સ્ટાર પ્લેયર સૂર્યકુમાર યાદવ IPLમાંથી બહાર

બાકીની મેચમાં નહીં રમી શકે :સ્નાયુઓમાં થઈ છે ઈજા

મુંબઈ :ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022માં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ)ને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

આઈપીએલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "મુંબઈ ઈન્ડિયન્સનો બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આઈપીએલ 2022માંથી બહાર થઈ ગયો છે. સૂર્યકુમાર યાદવને ડાબા હાથમાં ઈજા થઈ છે, જેના કારણે તે બહાર થઈ ગયો છે. 6 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત થયો હતો

વિસ્ફોટક્ રાઇટ હેન્ડ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બાકીની સિઝન માટે બહાર થઈ ગયો છે. સૂર્યકુમાર યાદવ સ્નાયુઓની ઇજાને પગલે થવાથી બાકીની સિઝનમાંથી બહાર કરવામાં આવ્યો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ સાથે ચર્ચા કરીને તેમને આરામની સલાહ આપવામાં આવી છે.

સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સના મહત્વના ખેલાડીઓમાંથી એક છે. આ સિઝનમાં તેણે 8 સિઝનમાં 303 રન બનાવ્યા હતા, જે દરમિયાન તેની એવરેજ 43.29ની છે. જેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અત્યાર સુધીમાં સૌથી વધુ રન ફટકારવામાં સૂર્યકુમાર યાદવ બીજા ક્રમે છે.

ખરાબ ફિટનેસને કારણે સૂર્યકુમાર યાદવ  મુંબઈ ઈન્ડિયન્સ સાથે ઘણા સમય બાદ જોડાયો હતો. તે ટીમ ઇન્ડિયા તરફથી રમતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો, જે બાદ તેને નેશનલ ક્રિકેટ એકેડમીમાં જવું પડ્યું હતું. એનસીએ તરફથી મંજૂરી મળ્યા બાદ જ સૂર્યકુમાર યાદવ આઈપીએલમાં રમી શક્યો હતો.સૂર્યકુમાર યાદવ કેટલો સમય ફિટ રહે છે, તે જોવાનું રહેશે, કારણ કે આઇપીએલની સમાપ્તિ બાદ ભારતે સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી પણ રમવી પડશે

(9:12 pm IST)