Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

કોરોનાના ૩૨૦૭ નવા કેસઃ ૨૯ના મોત

દેશમાં ૧૯૦.૩૪ લાખ રસીના ડોઝ અપાયા

નવી દિલ્‍હી, તા.૯: દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૨૦૭ નવા કેસ નોંધાયા છે, જેમાં ગઈ કાલની તુલનાએ આશરે ૭  ટકાનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા કલાકમાં ૨૯ લોકોનાં મોત થયાં છે, દેશમાં અત્‍યાર સુધીમાં ૧૯૦.૩૪થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્‍યા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૩૧,૦૫,૪૦૧ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્‍યા છે.

દેશમાં અત્‍યાર સુધી ૫,૨૪,૦૯૩ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૨૫,૬૦,૯૦૫ લોકો માત આપી ચૂક્‍યા છે. પાછલા ૨૪ કલાકમાં ૩૪૧૦ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૨૦,૪૦૩એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૪ ટકાએ છે, જયારે મૃત્‍યુદર ઘટીને ૧.૨૨ ટકા થયો છે. કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૩,૩૬,૭૭૬ લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે. દેશમાં અત્‍યાર સુધી ૮૪.૧૦ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને ૦.૯૮ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૦.૭૬ ટકા છે.

દેશમાં અત્‍યાર સુધીમાં ૧,૯૦,૩૪,૯૦,૩૯૬ લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૧૩,૫૦,૬૨૨ લોકોને રસી આપવામાં આવી હતી.

(4:22 pm IST)