Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

૧ ફૂટ લાંબી અને ૪ કિલો સુધી વજન ધરાવતી કેરી આંબા પર લટકતી હોય ત્‍યારે જ બુકિંગ થઇ જાય છે : એક નંગ કેરીની કિંમત ૧૫૦૦ થી ૧૬૦૦

આ કેરીની ગોટલીનું વજન ૩૦૦ થી ૩૫૦ ગ્રામ હોય છે : દેશમાં મધ્‍યપ્રદેશના અલીપુરરાજ જિલ્લાના કઠીવાડામાં જ આ કેરી પાકે છે

ઇન્‍દોર તા. ૯ : ઉનાળામાં કેરીની અનેક વેરાયટીઓના માર્કેટમાં ભાવતાલ થાય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ૧ ફૂટ લાંબી અને ૪ કિલો વજન ધરાવતી નુરજહા નામની કેરીની જાત લૂપ્ત થતી જાય છે. આથી આ કેરી આંબાના વૃક્ષ પર લટકતી હોય ત્‍યારે જે તેનું એડવાન્‍સ બુકિંગ થઇ જાય છે.
નવાઇની વાત તો એ છે કે એક નંગ કેરીની કિંમત ૧૫૦૦ થી ૧૬૦૦ થાય છે. ગત વર્ષ  ૮૦૦  રુપિયા ભાવ હતો જે વધીને બમણો થયો છે. નુરજહા કેરીને જાન્‍યુઆરી મહિનામાં નાના ફળ બેસવાનું શરુ થાય છે અને મે મહિના સુધીમાં પાકીને તૈયાર થઇ જાય છે.
જો કે આ જાતની એક કેરીનું વજન સતત ઘટતું જાય છે. સરેરાશ ૩ થી ૪ કિલો વજન ધરાવતી આ કેરીની ગોટલીનું વજન ૩૦૦ થી ૩૫૦ ગ્રામ હોય છે. નુરજહા કેરીના આંબાની ઉંચાઇ માત્ર આઠ ફૂટથી વધારે હોતી નથી. ઋતુચક્ર અને વાયુમાં થતા પરીવર્તનના લીધે હવે નુરજહાના ફળ નાના થતા જાય છે.
શિયાળામાં અતિ ઠંડી અને ઉનાળામાં અતિ ગરમી તથા અનિヘીત વરસાદ વાવાઝોડાથી ઉત્‍પાદન પર વિપરિત અસર થાય છે. ખેડૂતોના જણાવ્‍યા અનુસાર એક સમયે એક આંબા પર ૪૦૦ કેરીઓ બેસતી હતી તે ઘટીને ૭૫ જેટલી થઇ છે. અકાળે ડાળીઓ સૂકાઇ જવાની અને અકાળે કેરી ખરી પડવાનું પ્રમાણ પણ વધતું જાય છે.
એક સમયે અફધાન મૂળની ગણાતી આ કેરીની વિદેશમાં પણ ખૂબ નિકાસ થતી હતી. દેશમાં આ કેરીનું વાવેતર અને ઉત્‍પાદન મધ્‍યપ્રદેશના ઇન્‍દોરથી ૨૫૦ કિમી દૂર અલીપુરરાજ જિલ્લાના કઠીવાડા વિસ્‍તાર પુરતુ સિમિત બની ગયું છે. આ વિસ્‍તારમાં નુરજહાં કેરીના ગણ્‍યા ગાંઠયા માંડ આંબા જ બચ્‍યા છે.
સ્‍થાનિક લોકોનું માનવું છે કે એક સમયે નુરજહા કેરીનું વજન ૭ કિલો સુધી પણ જોવા મળતું હતું. કેરીની ૨ હજારથી પણ વધુ પણ સ્‍થાનિક જાતો છે પરંતુ મધ્‍યપ્રદેશની ઓળખ સમી મલ્લિકા એ આમનું સંરક્ષણ કરવું જરૂરી છે

 

(3:01 pm IST)