Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

આગામી દાયકામાં જોબ સેકટરનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઇ જશે : ઓછા પગારની નોકરીઓ થશે બંધ : નવા નવા ક્ષેત્રો થશે ઉભા

ક્‍યા સેકટરમાં ડિમાન્‍ડ વધશે ?

નવી દિલ્‍હી તા. ૯ : આગામી એક દાયકામાં દેશ અને દુનિયામાં જોબ સેકટર સંપૂર્ણપણે બદલાઇ જશે. જે સેકટરમાં અત્‍યારે નોકરીઓ દેખાઇ રહી છે, ત્‍યાં આગામી દિવસોમાં ઝડપી ઘટાડો જોવા મળશે. તેમની જગ્‍યા લેવા માટે નવા નવા સેકટરો આવશે, જે નોકરીઓ આપશે. ઓછા પગારવાળી નોકરીઓનો સમય પુરો થઇ રહ્યો છે, તેની જગ્‍યા આગામી સમયમાં ઓટોમેશન લઇ શકે છે. આ ઓટોમેશનને ચલાવવા માટે નવા નવા સેકટરો શરૂ થઇ શકે છે. વર્લ્‍ડ ઇકોનોમીક ફોરમથી માંડીને યુએસ બ્‍યુરો ઓફ લેબર સ્‍ટેટેટીકસ સહિત અન્‍ય સંસ્‍થાઓ પણ આવી શકયતાઓ વ્‍યકત કરી રહી છે.
વર્લ્‍ડ ઇકોનોમિક ફોરમના રિપોર્ટ ૨૦૨૦ અનુસાર વૈશ્વિક રીતે જે નોકરીઓમાં એક દાયકામાં ઘટાડો થશે તેમાં ડેટા એન્‍ટ્રી કલાર્ક, એડમીનીસ્‍ટ્રેટીવ અને એકઝીક્‍યુટીવ સેક્રેટરી, કલાર્ક, એકાઉન્‍ટન્‍ટ તથા ઓડીટર, કારખાનાઓમાં મજૂરો, પ્રશાસનીક મેનેજરો, મીકેનીક, પોસ્‍ટલ સર્વિસ કલાર્ક, રિલેશનશીપ મેનેજર, કસ્‍ટમર સર્વિસ વર્કર, ડોર ટુ ડોર સેલ્‍સવર્કર, ટ્રેનિંગ એન્‍ડ ડેવલપમેન્‍ટ સ્‍પેશ્‍યાલીસ્‍ટ, બાંધકામના મજૂરો વગેરે સામેલ છે.
લીંકડ ઇનના ‘જો ઓન ધ રાઇઝ' રિપોર્ટ અનુસાર જે જોબની માંગ વધી રહી છે તેમાં એફીલીએટ માર્કેટીંગ, સાઇટ રીલાયેબીલીટી એન્‍જીનિયર, મોલેકયુલર બાયોલોજીસ્‍ટ, વેલનેસ સ્‍પેશ્‍યાલીસ્‍ટ, યુઝર્સ એકસપીરીયન્‍સ રીસર્ચર, મશીન લર્નીંગ એન્‍જીનિયર, રિક્રુટમેન્‍ટ એસોસીએટસ, ડેટા સાયન્‍સ સ્‍પેશ્‍યાલીસ્‍ટ, ચીફ લીગલ ઓફિસર, ઇ-બીઝનેસ મેનેજર, બેંક એન્‍ડ ડેવલપર, મીડીયા બાયર્સ, સ્‍ટ્રેટેજી એસોસીએટ, બીઝનેસ ડેવલપમેન્‍ટ રીપ્રેઝન્‍ટેટીવ, સર્વિસ એનાલીસ્‍ટ વગેરે સામેલ છે.
આગામી દાયકામાં થનારા ફેરફારોમાં રિમોટ વર્ક કલ્‍ચરને પ્રોત્‍સાહન મળશે. મેંકેન્‍ઝાનો રિપોર્ટ કહે છે કે, બદલાયેલ ભૂગોળથી દિલ્‍હી-એનસીઆર, મુંબઇ, બેંગ્‍લોર, ચેન્‍નઇ, હૈદ્રાબાદમાં ભાડે લેવાયેલ ઓફિસ સ્‍પેસ ૨૦૨૦ના પહેલા છ માસિકમાં ઘટીને ૧.૩૭ કરોડ ચોરસ ફુટ થઇ ગઇ છે જે ૨૦૧૯માં આ સમયગાળામાં ૩.૨ કરોડ ચોરસ ફુટ હતી. જો કે આ વર્ક કલ્‍ચર મર્યાદિત ક્ષેત્રોમાં જ ઉપયોગી થઇ શકે છે કેમકે કૃષિ જગત અને રિટેલ જેવા સેકટરોમાં તે શક્‍ય નથી

 

(1:18 pm IST)