Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

જજોની નિયુકિત પર સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્રના વાંધાઓ ફગાવ્યા

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્રની આપત્તિઓને ફગાવતા જસ્ટિસ અનિરૂધ્ધ બોસ અને એસ બોપન્નાનું નામ ફરીથી મોકલ્યા

નવી દિલ્હી તા. ૯ : સુપ્રીમ કોર્ટની કોલેજિયમે કેન્દ્ર સરકારની આપત્ત્િ।ઓને ફગાવતાં જસ્ટિસ અનિરૂદ્ઘ બોસ અને એસ બોપન્નાનું નામ ફરીથી મોકલ્યા છે. સુપ્રીમ કોર્ટ તરફથી આ બંને જજોના નામ ફરી મોકલાયા બાદ હવે કેન્દ્ર સરકાર તેમને નિયુકત કરવા માટે બાદ્ઘ છે.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ૧૨ એપ્રિલે ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અનિરૂદ્ઘ બોસ અને ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એ એસ બોપન્નાના નામની ભલામણ કરી હતી. સરકારે સિનિયોરિટી અને ક્ષેત્રોના પ્રતિનિધિત્વના આધારે આ નામ પરત કર્યા હતા. જો સિનિયોરિટીના ક્રમની વાત કરવામાં આવે તો જસ્ટિસ બોસ ૧૨માં નંબરે આવે છે અને જસ્ટિસ બોપન્ના ૩૬માં નંબરે છે.

આવું પહેલીવાર નથી કે જસ્ટિસ બોસનું નામ સરકારે પરત મોકલ્યું હોય, આ પહેલા પણ કોલેજિયમે તેમના નામની ભલામણ દિલ્હી હાઈકોર્ટ માટે કરી હતી પરંતુ સરકારે ત્યારે પણ તેમનું નામ પરત કરી દીધું હતું.

(3:52 pm IST)