Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

કાશ્મીરમાં સ્થાનિક યુવકો સતત આતંકવાદના માર્ગે

એપ્રિલમાં ૧૩ યુવકો ગૂમ થયા, તે બધા આતંકવાદ તરફ વળ્યાના એંધાણ

જમ્મુ, તા. ૯ :  દક્ષિણ કાશ્મીરમાં રાજય પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓના ભરચક પ્રયત્નો છતા સ્થાનિક યુવકોને આતંકવાદી બનતા નથી રોકી શકાતા સોમવારે કુલગામનો વધુ એક યુવાન આતંકવાદી બન્યાનો મામલો જાહેર થયો છે. ર૦૧૯ના વર્ષ દરમ્યાન દક્ષિણ કાશ્મીરના વિભીન્ન વિસ્તારોમાંથી લગભગ ર૭ યુવાનો આતંકવાદી બન્યા હોવાનો દાવો કરાઇ રહ્યો છે. જો કે સુરક્ષા એજન્સીઓએ આ અંગે મૌન ધારણ કરી લીધું છે.

કુલગામમાંથી મળેલી માહિતી અનુસાર, ક્રિસલ શીરખોપરા ગામનો રહેવાસી સજ્જાદ અહમદ બટ હવે લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી બની ચુકયો છે. આતંકવાદી સંગઠને તેનુ કોડ નામ અબ્દુલ્લાભાઇ રાખ્યું છે. સોશ્યલ મીડીયા પર વાઇરી થયેલ હથીયારો સાથેના ફોટાથી એ વાતની પુષ્ટિ થઇ છે કે સજજાદ આતંકવાદી બની ચુકયો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લ કેટલાક મહિનાઓથી સજજાદ લાપતા છે અને આ પહેલા પણ કેટલીક ઘટનાઓમાં તે વોન્ટેડ છે.

ઉલ્લેખનીય છે કે રાજયમાં આતંકવાદી સંગઠનોમાં સ્થાનિક યુવકોની ભર્તીનો સિલસીલો વર્ષ ર૦૧૪માં જોરશોરથી મોતચાલુ થયો હતો. પણ ર૦૧ ૬ના જુલાઇમાં આતંકવાદી બુરહાનના મોત છી તે વધારે વેગવંત બન્યો હતો. ઓફીશ્યલ આંકડાઓ અનુસાર છેલ્લા ત્રણ વર્ષ દરમયન સરેરાશ છ થી સાત યુવકો આતંકવાદી બન્યા છે. આતંકવાદી સંગઠનોમાં સ્થાનિક યુવકોને જોડાતા, રોકવા માટે રાજય પ્રશાસન, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ડી.જી.પી. દિલબાગ સિંહે પણ કહ્યું હતું કે આતંકવાદી સંગઠનોમાં બહુ ઓછા યુવકો ભર્તી થયા છે. જેમાંથી આતંકવાદી સંગઠનોમાં આતંકવાદના માર્ગ પરથી પાછા વાળવામાં આવ્યા છે.  પણ એપ્રિલ મહિનામાં જ ૧૩ યુવકો ગુમ થઇ ગયા છે અને તેમાંથી મોટાભાગના આતંકવાદી બન્યા હોવાની શંકા સેવાઇ રહી છે.

(3:49 pm IST)