Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

ભાગેડુ મેહુલ ચોકસીની ૧૫૧ કરોડ રૂપિયાની મિલકત ઇડીએ જપ્ત કરી

નવી દિલ્હી તા. ૯ : એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટ (ઇડી) દ્વારા પંજાબ નેશનલ બેંકના ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડના સહઆરોપી મેહુલ ચોકસી અને ગીતાંજલિ ગ્રુપની માલીકીની કંપનીમાંથી ૧૫૧ કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરવામાં આવી છે. ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ ૨૦૦૨ હેઠળ આ કાર્ય કર્યું હતું. જેમાં મેહુલ ચોકસી ગીતાંજલિ જ્વેલર્સના સહમાલિક છે અને પીએનબી કૌભાંડમાં નીરવ મોદી સાથે સહઆરોપી છે.

અગાઉ ભાગેડુ ડાયમંડ વેપારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીની ૧૩ લકઝરી કારોની ઓનલાઇન જાહેર હરાજી કરવામાં આવી હતી. આ હરાજી મુંબઇમાં મેટલ અને સ્ક્રેપ ટ્રેડીંગ કોર્પોરેશન (એમએસટીસી) દ્વારા કરવામાં આવી હતી. આ કારોને ઇડી દ્વારા જપ્ત કરવામાં આવી હતી.

આ હરાજીમાં નીરવ મોદીની ૧૧ અને મેહુલ ચોકસીની બે કારનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

(11:29 am IST)