Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

ટ્રમ્પને ૧૯૮પ થી ૧૯૯૪ વચ્ચે કસીનો અને રિયલ એસ્ટેટમાં ૮૦૭૩ કરોડ રૂપિયાનું નુકસાન થયું

અમેરિકન ન્યુઝ પેપર ન્યુયોર્ક ટાઇમ્સનો દાવો

વોશિંગ્ટન તા. ૯ :.. અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને ૧૯૮પ થી ૧૯૯૪ વચ્ચે કેસીનો અને રિયલ એસ્ટેટના બિઝનેસમાં ૧.૧૭ અબજ ડોલર (૮૦૭૩ કરોડ રૂપિયા)નું નુકસાન થયું હતું. નુકશાનના કારણે ટ્રમ્પને આ ૧૦ વર્ષમાં ૮ વખત કોઇ ટેકસ  ભરવાની જરૂર પડી ન હતી. અમેરિકન ન્યુઝપેપર ન્યુયોર્ક ટાઇમ્સે ટ્રમ્પનાં ટેકસ રિટર્ન્સ સાથે જોડાયેલા સત્તાવાર દસ્તાવેજોના આધારે એવો દાવો કર્યો છે.

આ દસ્તાવેજ સાર્વજનીક નથી કર્યા. આ રિપોર્ટ એટલા માટે મહત્વનો છે, કારણ કે ર૦૧૬ માં પ્રેસિડન્ટ ઇલેકશનના પ્રચારમાં ટ્રમ્પે પોતાને કુશળ બિઝનેસમેન અને સોદેબાજીમાં માહેર ગણાવ્યા હતાં.

એનવાયટી રિપોર્ટ અનુસાર ૧૯૯૦ માં ટ્રમ્પને બિઝનેસમાં રપ કરોડ ડોલરનું નુકસાન થયું છે. ૧૯૯૧ માં પણ આટલું જ નુકસાન થયું જે ઉચ્ચ આવક ધરાવતા કોઇ અન્ય અમેરિકન ઇન્ડિવિડયુઅલના નુકસાનની સરખામણીમાં બેગણું વધારે  હતી. એવું નથી કે ટ્રમ્પને કયારેય કોઇ ફાયદો નથી થયો. ટ્રમ્પે ૧૯૮પ માં મેનહટ્ટનની મોરિટસ હોટેલને ૭.૩૭ કરોડ ડોલરમાં ખરીદી હતી અને ૧૯૮૯ માં ૧૮ કરોડડોલરમાં વેચાી. પરંતુ ટ્રમ્પનું નુકસાન એટલું વધારે હતું કે આ વર્ષે પણ તેઓને ટેકસ ચુકવવો પડયો નહતો. ટ્રમ્પના ટેકસ સંબંધિત આંકડાઓની મદદથી ડેમોક્રેટસ એ તપાસ કરવા ઇચ્છે છે કે કયાંય કોઇ ગરબડ તો નથી, કારણ કે ટ્રમ્પ બિઝનેસ ક્ષેત્રમાં પણ સક્રિય છે.

(11:29 am IST)