Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

પુણે નજીક કાપડનાં ગોડાઉનમાં ભીષણ આગ : ઉંધી રહેલા પાંચ કર્મચારીઓના મોત

રાજયોગ સાડી સેન્ટરના ગોડાઉનમાં આગ : ફાયર બ્રિગેડની 5 ગાડીઓ અને 10 ટેન્કરો પહોંચ્યા

પુણે નજીક ગોડાઉનમાં આગ લાગતા પાંચ લોકોના કરૂણમોત નિપજ્યા છે પુણે નજીક ઉરૂલી દેવાચી ગામમાં આવેલા કાપડના ગોડાઉનમાં સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આ દરમિયાન આ ગોડાઉનમાં રહેલા 5 કર્મચારીનાં શ્વાસ રૂંધાઈ જવાને કારણે મોત થઈ ગયું. આ ગોડાઉન રાજયોગ સાડી સેન્ટરનું હોવાનું જાણવા મળે છે

 આગની ઘટનાની માહિતી મળતાં જ ફાયરબ્રિગેડની 5 ગાડીઓ અને 10 ટેન્કર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લગભગ બે કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો છે.

 ગામમાં આવેલા રાજયોગ સાડી સેન્ટરના ગોડાઉનમાં અજાણ્યા કારણસર આગ લાગી ગઈ હતી. જે સમયે આગ લાગી ત્યારે દુકાનમાં કામ કરતા 5 કર્મચારી અંદર ઊંઘી રહ્યા હતા. આ તમામ કર્મચારીઓનું શ્વાસ રૂંધાઈ જવાને કારણે મોત થઈ ગયું હતું.

 સાડીઓનું ગોડાઉન હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જોત-જોતામાં સમગ્ર ગોડાઉનને લપેટમાં લઈ લીધું હતું. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. 

(10:59 am IST)