Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

બે બેંકોના ખાનગીકરણની કવાયત વેગવંતી : આવતા સપ્તાહે મિટીંગ : વીમા કંપની પણ રડારમાં

સૌ પહેલા બેંક ઓફ મહારાષ્ટ્ર અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકનું થશે ખાનગીકરણ

નવી દિલ્હી તા. ૯ : પહેલા તબક્કામાં બે જાહેર ક્ષેત્રની બેંકોમાં સરકાર પોતાનો હિસ્સો શૂન્ય કરવા ઇચ્છે છે. નીતી આયોગ, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની ખાનગીકરણ અંગેની મીટીંગ ૧૪ ઓકટોબરે યોજાશે એવું બે સરકારી સૂત્રોએ કહ્યું હતું.

સૂત્રોએ કહ્યું કે, નીતિ આયોગ દ્વારા જાહેર ક્ષેત્રની ૪ થી ૫ બેંકો માટે સૂચનો કરાયા છે અને મીટીંગ તેમના અંગે ચર્ચા થશે. પહેલા જે બેંકોના નામ હતા તેમાં હવે બેંક ઓફ મહારાષ્ટ્ર અને ઇન્ડીયન ઓવરસીઝ બેંકના નામ ઉમેરાયા છે. બેંક ઉપરાંત સરકાર જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ અંગે પણ ચર્ચા થઇ શકે છે તેવું બેમાંથી એક સૂત્રએ કહ્યું હતું.

ગયા મહિને થીન્ક ટેંકે લગભગ ૧૨ જેટલા જાહેર ક્ષેત્રના યુનિટોનું ખાનગીકરણ કરવા અંગેનું લીસ્ટ આપ્યા પછી, ખાનગીકરણ અંગે આ પહેલી મીટીંગ થવાની છે.

(11:17 am IST)