Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

સ્મૃતિ ઇરાનીએ વાયનાડમાં મજૂરોને મદદ કરી, આવો દુષ્પ્રચાર ન થવો જોઇએઃ કેરલના મુખ્યમંત્રી પિનારાઇ વિજયન

કેરલના મુખ્યમંત્રી પિનારાઇ વિજયનએ રીપોર્ટનુ ખંડન કર્યુ જેમા કહેવામા આવ્યુ હતુ કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ લોકડાઉનને લઇ વાયનાડમાં ફેસાયેલ અમેઠીના મજુરોને મદદ કરી.

મુખ્યમંત્રીએ કોરોના વાયરસને લઇ એક અહમ બેઠક પછી મીડીયા સાથેની વાતચીતમાં રીપોર્ટનુ ખંડન કર્યુ જયારે અમને જાણકારી મળી હતી કે ૪૧ પ્રવાસી મજુર વાયનાડમા એક જગ્યા પર સાથે રહે છે. પંચાયતના અધિકારીઓએ એમને ખાવાની ૨૫ કીટ સોંપી તેઓ ખાવાનુ જાતે બનાવે છે હવે ખાવની કોઇ કમી નથી.

મુખ્યમંત્રીએ આગળ કહ્યુ આરએસએસના મુખપત્રમાં લખવામા આવ્યુ કે સ્મૃતિ ઇરાનીના હસ્તક્ષેપ કરવાથી અમેઠીના ભૂખ્યા મજુરોને વાયનાડમા મદદ મળી અમે દરેક પ્રકારની મદદ કરીએ છીએ કોઇ મુકાબલાનો સમય નથી. રાજય સરકારના પ્રયાસોને નીચા દેખાડવા જોઇએ.

(11:48 pm IST)