Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોરોનાના છ ટકા કેસો જ ગંભીર શ્રેણીમાં પહોંચે છે

નાજુક પળમાં વ્યક્તિને બચાવવું મુશ્કેલ બને છે : નાજુક પળમાં રોગપ્રતિકારક શક્તિ બેકાબૂ થાય છે અને વાયરસના બદલામાં શરીરને નુકસાન કરે છે : અહેવાલ

નવી દિલ્હી, તા. : ભારત સહિત સમગ્ર દુનિયા કોરોના વાયરસના સકંજામાં છે. દુનિયામાં ૧૫ લાખથી વધુ લોકો તેના સકંજામાં આવી ચુક્યા છે. ભારતની વાત કરવામાં આવે તો આંકડો ૬૦૦૦થી ઉપર પહોંચ્યો છે. કોરોના સામે દુનિયાના અમીર અને ગરીબ તમામ દેશો નિસહાય દેખાઈ રહ્યા છે. આનાથી બચવા માટે સૌથી મોટુ હથિયાર ઘરમાં રહેવાની બાબત રહેલી છે. જો કોરોનાની અસર થઇ જાય તો પણ રચનાત્મક વિચાર અને યોગ્ય સારવાર સાથે તેને પરાજિત કરી શકાય છે. કોરોનામાં કોઇ વ્યક્તિ સકંજામાં આવે છે તો તે વ્યક્તિમાં ક્યારે અને કેવા લક્ષણ દેખાય છે તેને લઇને અભ્યાસ કરાયા બાદ વિગત સપાટી ઉપર આવી છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના શ્વાસ મારફતે શરીરમાં પ્રવેશ કરે છે.

       જો કોઇ અસરગ્રસ્ત વ્યક્તિ નજીકમાં છીંક ખાઈ જાય છે તો તે સ્વસ્થ લોકોમાં પણ શ્વાસ મારફતે પ્રવેશ કરી જાય છે. કોરોના વાયરસની ઉપસ્થિતિવાળી ચીજો, સપાટીને સ્પર્શ કરવાથી તે તમામને સકંજામાં લઈ શકે છે. દૂષિત સપાટીને હાથથી સ્પર્શ કરવામાં આવે અને બાદમાં તે હાથથી ચહેરાને સ્પર્શ કરવામાં આવે તો વાયરસની અસર થઇ શકે છે. જેથી હેન્ડ સેનેટાઇઝરની જરૂર છે તેની સલાહ અપાઈ રહી છે. કોરોનાના કેટલાક તબક્કા રહેલા છે જેમાં પ્રથમ તબક્કામાં કોરોના ગળાની કોષિકા અને ફેફસાને ટાર્ગેટ બનાવે છે. સંક્રણમ બાદ તે હિસ્સો કોરોના વાયરસની ફેક્ટ્રીમાં બદલાઈ જાય છે. અસરગ્રસ્ત કોષિકાઓ  વધુને વધુ વાયરસ સર્જે છે અને શરીરની અન્ય કોષિકાઓને પણ અસરગ્રસ્ત કરે છે. તેની ઇન્ક્યુડેશન પિરિયડની શરૂઆત છે.

        આ ગાળા દરમિયાન ખબર પડતી નથી કે કોઇ વ્યક્તિ બિમાર છે. કેટલાક લોકોમાં તો ક્યારે પણ તેના લક્ષણ દેખાતા નથી. જુદા જુદા લોકોમાં ઇન્ક્યુડેશન પિરિયડ જુદા જુદા રહે છે. તેનો ગાળો સરેરાશ પાંચ દિવસનો રહે છે. બીજા તબક્કામાં અસરગ્રસ્ત થનાર ૮૦ ટકા દર્દીમાં બિમારી તાવ અને ખાંસીના રુપમાં હળવા ઇન્ફેક્શન સાથે શરૂ થાય છે. ઉપરાંત અન્ય લક્ષણ જેમ કે શરીરમાં દુખાવો, ગળામાં ખરાસ અને માથામાં દુખાવો રહે છે. તાવ અને બિમાર હોવાનો અનુભવ વખતે થાય છે જ્યારે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા કોઇ વાયરસ સામે લડે છે. વાયરલ ઇન્ફેક્શન સામે લડવા શરીરમાં સાઇટોકાઇન્સ નામના એક કેમિકલને છોડવામાં આવે છે જે શરીરને બચાવવા વાયરસ સામે લડે છે. કોરોનાના લીધે શરૂઆતમાં સુખી ખાંસી થાય છે.

       આનુ કારણ રહે છે કે, અસરગ્રસ્ત કોષિકા ગળામાં બળતરા અને અસામાન્ય સ્થિતિ સર્જે છે. કેટલાક લોકોમાં સુખી ખાંસી થોડાક દિવસમાં એવી થઇ જાય છે કે, તેની સાથે બલગમ આવે છે. સામાન્ય બલગમ હોતા નથી પરંતુ તેમાં વાયરસના લીધે મૃત્યુ પામેલી કોષિકાઓ હોય છે. તબક્કો એક સપ્તાહનો હોય છે. ગાળા દરમિયાન સાવચેતી રાખીને તેને પરાજિત કરી શકાય છે. ખતરાની ઘંટી વખતે વાગે છે જ્યારે તે ફેફસાને નુકસાન કરવાની શરૂઆત કરે છે. વાયરસની સામે રોગ પ્રતિકારક શક્તિ સંપૂર્ણ તાકાત સાથે લડે છે છતાં જો વાયરસ વધારે ઘાતક રહે છે તો શરીરનું તાપમાન વધી જાય છે. એટલે કે તેજ તાવના લક્ષણ દેખાય છે. જો ફેફસામાં પીડા થાય તો ન્યુમોનિયા થઇ જાય છે.

       આવી સ્થિતિમાં ફેફસાના એરસાસ્ક એટલે કે હવાની થેલીઓમાં પાણી ભરાવવાની શરૂઆત થાય છે જેથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. વધુ તકલીફ થયાની સ્થિતિમાં દર્દીને વેન્ટીલેટર પર રાખવામાં આવે છે. કોરોના ૧૪ ટકા મામલા તબક્કામાં દેખાઈ રહ્યા છે. કોરોના ટકા મામલા ખુબ ગંભીર શ્રેણીમાં પહોંચે છે. સ્થિતિમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ બેકાબૂ થાય છે અને વાયરસના બદલે છેલ્લે શરીરને નુકસાન કરે છે. બ્લડપ્રેશર ખુબ નીચે જતું રહે છે. અંગે ફેઇલ થવાનો ખતરો વધી જાય છે. ફેફસામાં પીડા થાય છે. શરીરને ઓક્સિજન મળી શકતું નથી. આવી સ્થિતિમાં છેલ્લા પ્રયાસ તરીકે કૃત્રિમ ફેફસાનો ઉપયોગ કરવામાં આવે છે. ગાળા સુધી શરીરના અંગો એટલા ક્ષતિગ્રસ્ત થાય છે કે તે શરીરને જીવિત રાખવામાં અસમર્થ રહે છે.

(7:50 pm IST)