Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ફોર્બ્સની યાદીમાં જેફ બેઝોસ ફરી શ્રીમંત નંબર ૧: મુકેશ અંબાણી એશિયાના સૌથી વધુ ધનપતિ

નવી દિલ્હી : ૧૧૩ અબજ ડોલરની સંપતિ સાથે સતત ત્રીજા વર્ષે એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ વિશ્વના સૌથી અમીર વ્યકિત બન્યા છે : બીજા ક્રમે માઇક્રોસોફટના બીલગેટસ છે તો એલવીએમએચના સીઇઓ અને ચેરમેન બેરનાલ્ડ અરનોલ્ટ વોરેન બફેટની પાછળ રાખી ત્રીજા ક્રમે પહોંચ્યા છેઃ મુકેશ અંબાણી એશિયાના સૌથી શ્રીમંત વ્યકિત બન્યા છે. દુનિયામાં તેમનો નંબર ૧૭મો છે જો કે તેઓ ૧ર સ્થાન નીચે ગયા છેઃ તેમની મિલ્કત ૪૪.૩ અબજ ડોલર (લગભગ ૩ લાખ ૧ર હજાર કરોડ રૂપિયા) મુકેશ અંબાણીએ ચીનના ઉદ્યોગપતિ અલીબાબાના ફાઉન્ડર જેક મા ને પાછળ રાખી દીધા છે : દામાણી ૬પમાં ક્રમે તેઓ ડી માર્ટના માલીક છેઃ ૧૧૬મા સ્થાને હિન્દુજા બ્રધર્સ છે, અમીરોની યાદીમાં કોટક બેન્કના માલીક ઉદય કોટક પણ છે તેમની સંપતી ૧૦.૭ અબજ છે. ગૌતમ અદાણી ૧૬૬માં સ્થાન ઉપર છે.

(4:15 pm IST)