Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

૫૫ ટકા લોકો માને છે ટ્રમ્પ કોરોના રોકવાની દિશામાં ઉણા ઉતર્યા

૪૬% લોકોએ કહ્યું કે ડર છે કે તેઓ પોતે કે તેમના પરિવારમાં કોઇ કોરોનાગ્રસ્ત થઇ જશે

વોશિંગ્ટન, તા.૯: સમગ્ર દુનિયામાં કોરોનાના કેર યથાવત છે અને વિશ્વભરમાં કોરોનાના કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૧૫ લાખને પાર થઈ છે.જયારે મૃત્યુઆંક ૮૮ હજાર ૪૦૦ને પાર થયો છે.અને અત્યાર સુધી ૩ લાખ ૨૯ હજારથી વધુ લોકો સાજા પણ થાય છે.

અમેરિકામાં કોરોનાના વધતા ફેલાવા તથા મોટી સંખ્યામાં લોકોના મોતના કારણે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર પર લોકોનો ભરોસો ઘટ્યો છે. તાજેતરના સરવેમાં ૫૫્રુ અમેરિકીઓએ કહ્યું કે ટ્રમ્પ સરકારે કોરોના રોકવાની દિશામાં સારું કામ નથી કર્યું. તેમનું એમ પણ માનવું છે કે સરકાર વધુ સારું કામ કરી શકતી હતી. અઠવાડિયા અગાઉ આવું માનનારા ૪૭% લોકો જ હતા જયારે ૮૦% લોકોનું માનવું છે કે કોરોનાના કારણે દેશમાં બહુ ખરાબ હાલત છે. ૩૭%નું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ કોરોનાને લઇને વધુ ચિંતાતુર બન્યા છે જયારે ૫્રુ લોકો એવા પણ છે કે જેઓ પોતાને જરાય ડર ન લાગતો હોવાનું કહે છે.

અમેરિકામાં દર પાંચમાંથી એક વ્યકિત (૨૨%)નું કહેવું છે કે તેમના કોઇ ને કોઇ ઓળખીતા કોરોના પોઝિટિવ છે. સીએનએને એસએસઆરએસના માધ્યમથી દેશભરમાં આ સરવે કરાવ્યો. તેમાં જોડાયેલા ૪૬% લોકોએ કહ્યું કે તેમને ડર છે કે તેઓ પોતે કે તેમના પરિવારમાં કોઇ કોરોનાગ્રસ્ત થઇ જશે. હોસ્પિટલો અને ડોકટર્સથી માંડીને ૬૯% લોકોનું કહેવું છે કે સારવાર માટે જરૂરી વ્યકિતગત સુરક્ષા ઉપકરણ (પીપીઇ), મેડિકલ સામગ્રીની અછત દૂર કરવા માટે વધુ સદ્યન કામગીરીની જરૂર છે.

વિશ્વની મહાસત્તા અમેરિકામાં કોરોનાનો કેર યથાવત જોવા મળી રહ્યો છે. અને સતત બીજા દિવસે દિવસે પણ કોરોનાથી ૨૪ કલાકમાં એક હજાર નવસોથી વધુ લોકોના મોત થયા છે. આ સાથે જ યુએસમાં કુલ મૃત્યુઆંક ૧૪ હજાર ૭૦૦થી વધુ થયો છે. અમેરિકામાં અત્યાર સુધી ચાર લાખ ૩૪ હજાર ૯૦૦થી વધુ પોઝીટીવ કેસ થયા છે..એટલે કે ચીન કરતાં પાંચગણા કેસ એકલા અમેરિકામાં છે. યુએસમાં અત્યાર સુધી બાવીસ હજાર ૮૦૦થી વધુ લોકો સારવાર બાદ સાજા થયા છે.

(3:58 pm IST)