Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

પ્રિયંકા ગાંધી વાડ્રાએ હનુમાન જયંતિ પર બિગ બીની માતાને તેજી બચ્ચનને યાદ કર્યા

નવી દિલ્હી : આજે દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રખ્યાત હસ્તીઓએ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ તેમના બાળપણની યાદો શેર કરી હતી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ અમિતાભ બચ્ચનની માતા તેજી બચ્ચનને યાદ કરી છે. પ્રિયંકાએ જણાવ્યું કે, તેજી બચ્ચન હનુમાન ભકત હતા. તેઓ તેમના માટે મંદિરમાંથી બંગડીઓ લાવતા હતા.

(3:55 pm IST)