Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

જો બાયડેન ડેમોક્રેટિક પક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે

અમેરિકાની રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બર્ની સેન્ડર્સ બહાર

ડેમોક્રેટિક બર્ની સેન્ડર્સ યુ.એસ. માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પીછેહઠ કરી છે. ડેમોક્રેટિક સાંસદ સેન્ડર્સે બુધવારે આ માહિતી આપી છે. બર્ની સેન્ડર્સે પોતે યુએસ રાષ્ટ્રપતિ પદની રેસથી પોતાને અલગ કર્યા બાદ જો બાયડેન ડેમોક્રેટિક પાર્ટીનાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર બનશે. જેની સામે ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીનાં તાજેતરનાં રાષ્ટ્રપતિ, ડોનાલ્ડ ટ્રમ્પ હશે.

બર્નીએ ટ્વીટ કર્યું, આજે હું મારૂ  અભિયાન પૂરૂ કરી રહ્યો છું. આ અભિયાન ભલે ખતમ થઈ ગયું હોય પણ ન્યાય માટેની લડત ચાલુ રહેશે. આપણા દેશને બદલવામાં મોટો પ્રભાવ પાડનારા શ્રેષ્ઠ ગ્રાઉન્ડ-લેવલ ચૂંટણી અભિયાનોમાંના એકમાં મને સમર્થન આપવા બદલ હું દરેકનો આભારી છું. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સેન્ડર્સનું નામ પાછું ખેંચવા પર ટ્વિટ કરીને કહ્યું હતું કે, તે આઉટ થઇ ગયા છે. તેમણે તેની સરખામણી હિલેરી કિલન્ટનનાં અભિયાનનાં અંત સાથે કરી છે. તંઝિયા હલજેમાં ટ્રમ્પે પોતાના ટ્વિટમાં બર્ની સેન્ડર્સનાં સમર્થકોને રિપબ્લિકન પાર્ટીમાં જોડાવા કહ્યું છે.

યુ.એસ. માં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીનાં ઉમેદવાર હશે. વળી, જો બાયડેન અને બર્ની સેન્ડર્સ ડેમોક્રેટિક પાર્ટીમાંથી ઉમેદવારી માટે ભાગ લઈ રહ્યા હતા. બર્ની સેન્ડર્સે તેમનો રાષ્ટ્રપતિ અભિયાન સમાપ્ત કર્યા પછી જ જો બાયડેન રહી ગયા છે. હવે તે ડેમોક્રેટિક પાર્ટીનાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર બનવાની તૈયારીમાં છે. ૭૮ વર્ષીય સેન્ડર્સ વર્મોન્ટનાં સીનેટનાં સભ્ય છે. બર્ની સેન્ડર્સે ૩ ફેબ્રુઆરીએ ઘણા રાજયોનાં પ્રાઇમરીઝમાંથી યુટાહ, વર્મોન્ટ અને કોલોરાડોમાં જીત મેળવી હતી. આ ઉપરાંત, સેન્ડર્સે આયોવા અને ન્યૂ હેમ્પશાયરમાં સારૂ પ્રદર્શન કર્યુ. નેવાડામાં બર્નીને જીત મળી હતી.

(3:54 pm IST)