Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોરોનાના ૬% દર્દીઓ જ શોધી શકાયાઃ વિશ્વમાં કરોડો કેસો અનડિટેકટેડઃજર્મન સંશોધકો

ફ્રેંકફર્ટ,તા. ૯: વિશ્વમાં મોટાભાગનાં કોરોના વાયરસનાં કેસો અજાણ રહેતાં સામાજીક દૂરીનાં પગલાં અને પ્રવાસ પ્રતિબંધો વહેલા ઉઠાવી લેવાશે તો નવેસરથી બીમારી ફાટી નીકળવાનું જોખમ છે. ચીનમાં પણ છેલ્લા આઠ દિવસમાં કોરોનાના નવા કનફમર્ડ કેસોમતાંથી ૬૮ ટકા બીમારીનું કોઇ લક્ષણ ધરાવતા ન હોવાનો ખુલાસો થયો છે.

જર્મનીની યુનિવર્સિટી ઓફ ગોટિંનજેનના સંશોધકોએ આગળના અભ્યાસમાં કોરોના વાયરસ ઇન્ફેકશન મૃત્યુ દરનાં અંદાજ સાથે યુએનના વસતીના આંકડા સરખાવી આ તારણ રજૂ કર્યું છે.

સંશોધકોનાં જણાવ્યા મુજબ અભ્યાસ હેઠળમાં દેશોમાં સરેરાશ ૬ ટકા કેસો શોધી કઢાયા હતા અને નવેસરથી કોરોનાની બીમારી ન ફેલાય તે માટે વ્યાપક ટેસ્ટીંગ અને એ પછી ચેપી દર્દીઓની આઈસોલેટ કરવા જરુરી છે. સેન્ટર ફોર મોડર્ન ઇન્ડીયન સ્ટડીઝનાં ક્રિશ્ર્ચીયન લોમરનાં સંશોધનમાં આવો દાવો કરાયો છે.

સંશોધનપત્રમાં ૩૦ માર્ચે ધ લાન્સેટ ઇન્ફેકિસયલ ડિસીઝે સાઈટ પર પ્રસિધ્ધ થયેલાં ઇન્ફેકશન ફેટેલીટી રેટ (મૃત્યુદર)ના અંદાજનો ઉપયોગ કરી ડીટેકશન રેટની ગણતરી કરી હતી. લાન્સેટ અભ્યાસના લેખકોએ અંદાજ કાઢયો હતો કે કોરોનાનાં ૦.૬૬ ટકા દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

જર્મન સંશોધકોએ એ પછી એક દિવસમાં ઇન્ફેકશન ફેટેસીટી રેટથી મરણસંખ્યાનો ભાગાકાર કરી આગળના ૧૪ દિવસમાં નોંધાયેલા કેસો સાથે સરખામણી કરી હતી. નિદાન અને મૃત્યુ વચ્ચેના ૧૪ દિવસનાં ગાળાને અભ્યાસમાં ધ્યાનમાં લેવાયો તો.

અભ્યાસ મુજબ દક્ષિણ કોરિયામાં ૫૦ ટકા જેટલો ડીટેકશન રેટ હતો, જયારે અમેરિકામાં માત્ર ૧.૫ ટકા છે. તુર્કીમાં માત્ર સૌથી ઓછો ૦.૧૨ ટકા ડીટેકશન રેટ એ વિશ્વમાં સરેરાશ ડીટેકશન રેટ માત્ર ૬ ટકા છે.

સશોધકોએ તારણ કાઢયું છે કે વિશ્વમાં ઇન્ફેકશનની વાસ્તવિક સંખ્યા કરોડોમાં હોય શકે છે. નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરનાં ચેપી રોગોના મોડેલીંગનાં નિષ્ણાંત એલેકસ ફૂક પણ સંમત થયા છે કે કોવિડ-૧૯ કેસોનું અન્ડર રિપોર્ટિંગ થયું છે. કેમ કે કેટલાક કેસોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નહોતાં. અને હળવા લક્ષણોવાળા લોકોને સમજવું નથી કે તેમને વાયરસ વળગ્યો છે.

(3:37 pm IST)