Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

જરૂરી વસ્તુઓ ચાવી, પર્સ, બેલ્ટ વગેરેને સેનેટાઈઝ કરી કોરોનાનો ખતરો ઓછો કરી શકાશે

બીએચયુ આઈઆઈટીએ ઈમરજન્સી સેવામાં રહેલ લોકોને ધ્યાને રાખી ખાસ મીશન બનાવ્યુ

વારાણસીઃ દેશમાં કોરોનાના આતંક વચ્ચે બીચેઅયુ આઈ આઈટીએ એક એવું મશીન વિકસાવ્યુ છે. જેનાથી નાની- નાની વસ્તુ પણ સેનેટાઈઝ થઈ જશે. આ મશીન ઈમરજન્સી સેવામાં કાર્યરત લોકોને સુરક્ષાને ધ્યાનમાં રાખી બનાવાયુ છે, જેથી તેમને કોઈપણ પ્રકારનો ખતરો ઉભો ન થાય. આ મશીનને જલ્દીથી બજારમાં પણ મુકાશે.

આઈઆઈટી બીએચયુએ શોધમાં જાણ્યુ કે પાયાના કર્મચારીઓ, ડોકટરો અને અધિકારીઓ સહિતના લોકો પોતાને તો સેનેટાઈઝ કરી શકે છે પણ પોતાની ઉપયોગી વસ્તુઓ બેલ્ટ, ઘડીયાળ, પર્સ, ચાવી વગેરે સેનેટાઈઝ નથી થઈ શકતી જેથી સંક્રમણનો ખતરો રહે છે. જે માટે આઈઆઈટી સાથે કામ કરનાર ગૌરવે માઈક્રોવેવ જેવું મશીન બનાવ્યુ છે. જેમાં અલ્ટ્રા વાયોલેટ કિરણોથી વાયરસના ખાત્માનો દાવો કર્યો છે.

(11:34 am IST)