Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

હાઈડ્રોકસીકલોરોકવીને મલેશીયાની પણ શાન ઠેકાણે લાવીઃ રાજનૈતિક સંબંધ -કાશ્મીર અંગેનું વલણ બદલાશે

નવીદિલ્હીઃ કાશ્મીરને લઈને મલેશીયાનું વલણ ભારત માટે ચિંતાજનક હતુ. જયારે હવે આ મુસ્લીમ દેશનો કાશ્મીર અંગે નો સૂર બદલાતો નજર આવે છે. તેના મુખ્ય બે કારણો છે. મલેશીયામાં મહાથિરની સત્તા જવી અને હાલમાં કોરોના માટે હાઈડ્રોકસીકલોરોકવીનની જરૂરીયાત.

મલેશીયાએ ભારતને દવા આપવા આગ્રહ કરી બન્ને દેશો વચ્ચેના સંબંધોના રણનિતીક મહત્વની પણ વાત કરી છે, જેથી તેનો કાશ્મીર અંગેનો રાગ બદલવાના એંધાણ છે. મલેશીયાની રાજધાની કુઆલ્લમપુરમાં ભારતીય રાજદુત મૃદુલ કુમારે વિદેશ મંત્રી હુસૈન સાથે મુલાકાત કરી અને જે સંકેત મળ્યા તે ચોખ્ખા છે કે બન્ને દેશો કેટલાક મહિનાઓ ભુલી અને આગળ વધવા તૈયાર છે.

માર્ચમાં જ મલેશીયામાં શાસન પલ્ટો થતા યાસીનની સરકાર આવી અને આવવાની સાથે જ ભારતીય હિતો વિરૂધ્ધ પગલાઓ ઉપર રોક લગાવી અને ચોખ્ખુ જણાવ્યુ કે ભારત અહમ રણનિતીક ભાગીદાર દેશ છે. જેથી ભારતે પણ આંતરરાષ્ટ્રીય ફલાઈટ બંધ હોવા છતા મલેશીયાની સરકારને પોતાના નાગરીકોને લઈ જવાની પરવાનગી આપી હતી.

જયારે મલેશીયાએ પણ પોતાને ત્યાં ફસાયેલ ભારતીયોને લઈ જવાની સહેલાઈ કરી અને હાલ પણ જે છે તેમને યોગ્ય રીતે રાખવા ભારતીય દુતાવાસને પણ મંજુરી આપી છે.

ઉપરાંત મલેશિયાની હાઈડ્રોકસીકલોરોકવીનની માંગણી સંદર્ભે ભારત તેને આ દવા આપે તેવી શકયતાઓ પણ છે.

(11:28 am IST)