Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

દેશમાં ૨૪ કલાકમાં ૨૭ના મોતઃ કુલ દર્દીઓ ૫૯૫૨

૨૪ કલાકમાં ૫૪૪ નવા કેસ નોંધાયાઃ કુલ મૃત્યુઆંક ૨૦૧: આગ્રામાં નવા ૧૯ કોરોના કેસઃ મહારાષ્ટ્રની સ્થિતિ વધુ ચિંતાજનકઃ ૧૦૦૦થી વધુ કેસ નોંધાયાઃ ધારાવીમાં રોજ નવા કેસ નોંધાયા છે

નવી દિલ્હી,તા.૯: દેશમાં કોરોનાથી પીડિતોની સંખ્યા પાંચ હજારને પાર થઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી આંકડાના જણાવ્યા મુજબ અત્યાર સુધી ૪૧૦ લોકો સ્વસ્થ થયા છે. તેમજ આજે ૩૪ નવા કેસ નોંધાયા અને ઝારખંડ, જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં ૩ના મોત નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૭૫થી વધુ કેસ સામે આવ્યો છે. તેથી કુલ કેસનો આંકડો ૫૯૫૨ થયો છે. અને મૃત્યુઆંક ૨૦૧ સુધી પહોંચી ગયા છે.

કોરોનાથી ગઇ કાલે સૌથી વધુ ૯૫ દર્દીઓ સ્વસ્થ થયા તેના એક દિવસ પહેલા ૭૫ દર્દીઓ સ્વસ્થ થયા હતા. એક દિવસમાં સંક્રમણના કેસોમાં ઘટાડો થતો જોવા મળ્યો મહરાષ્ટ્રની સ્થિતિ વધુ ચિંતાજનક છે. ૧૦૦૦થી વધુ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે.

વાયરસને ફેલાતો રોકવા માટે દિલ્હી, મુંબઇ, ચંદીગઢ અને યુપીમાં ઘરેથી નિકળવા પર મોઢા પર કપડુેં બાંધવું અથવા માસ્ક પહેરીને નીકળવું જરૂરી બની ગયું છે.

દેશના વિવિધ ભાગોમાં અત્યાર સુધીમાં કોરોનાનો પગપેસારો વધતો જ જાય છે. આજે પંજાબમાં ૬  અને ઝારખંડમાં નવા કેસ નોંધાયા છે અને મધ્યપ્રદેશમાં પણ પાંચ નવા કેસ સામે આવ્યા છે. મધ્યપ્રદેશમાં સંક્રમણ ત્રણ સૌથી મોટા કેન્દ્ર ઇન્દોર, ભોપાલ અને ઉજજૈનને સીલ કરવામાં આદેશ આપવામાં આવ્યા છે. ગઇ કાલે દેશમાં ૨૭ના મોત થયા હતા. તેમાં સૌથી વધુ ૧૭ લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા હતા.

રાજયોની કોરોનાની સ્થિતિ

શહેર

કુલ કેસ

મૃત્યુઆંક

 

મહારાષ્ટ્ર

૧૧૩૫

 

૭૨

તામિલનાડુ

૭૩૮

 

દિલ્હી

૬૬૯

 

તેલંગાણા

૪૫૩

 

૧૨

રાજસ્થાન

૩૮૩

 

ઉત્તરપ્રદેશ

૩૬૧

 

આંધપ્રદેશ

૧૮૧

 

કેરળ

૩૪૫

 

મધ્યપ્રદેશ

૩૪૧

 

૨૨

ગુજરાત

૧૮૬

 

૧૬

કર્ણાટક

૧૮૧

 

હરિયાણા

૧૬૭

 

જમ્મુ-કાશ્મીર

૧૫૮

 

પંજાબ

૧૧૪

 

પ.બંગાળ

૯૯

 

ઓડિશા

૪૨

 

બિહાર

૩૮

 

ઉત્તરાખંડ

૩૫

 

-

(10:58 am IST)