Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

વિશ્વમાં ૧૫ લાખ લોકો સંક્રમિત

હવે ન્યુજર્સીને કોરોનાનો ભરડોઃ અમેરિકામાં સતત બીજા દિવસે ૨૦૦૦ના મોતઃ વૈશ્વિક મૃત્યુઆંક ૮૮૦૦૦

ન્યુયોર્કમાં ૨૪ કલાકમાં ૭૭૯ના મોતઃરાજ્યમાં ૬૦૦૦ના મોત

વોશિંગ્ટન,તા.૯:: મહાશકિત અમેરિકામાં કોરોનાથી સ્થિતિ સુધરવાને બદલે બગડતી જઈ રહી છે. કોરોનાથી સતત બીજા દિવસે અમેરિકામાં ૨૦૦૦ લોકોના મોત થયાં છે. અગાઉ મંગળવારે પણ અમેરિકામાં ૨૦૦૦ લોકોના કોરોના વાયરસથી મોત થયાં હતાં, જેમાં ૭૩૧ મામલા માત્ર ન્યૂયોર્કના જ હતા. જયારે સતત બીજા દિવસે ફરીથી કોરોનાથી મરનારની સંખ્યા ૨૦૦૦ થઈ ગઈ. જયારે અમેરિકામાં કોરોના સંક્રમણથી મરનારની સંખ્યા ૧૪૦૦૦ને પાર પહોંચી ગઈ છે.

અમેરિકામાં કોરોના સંક્રમણથી મોતના મામલાના કારણે ત્યાં હવે મડદાદ્યરોમાં જગ્યા નથી વધી. અમેરિકામાં આ વાયરસે ૧૪૦૦૦થી વધુ જીંદગીઓ છીનવી લીધી છે. જયારે માત્ર અમેરિકામાં ૪ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. ન્યુજર્સીમાં ૪૪૪૧૬ કેસ આવ્યા છે અને ૧૨૩૨ના મોત થયા છે. જો વૈશ્વિક આંકડાઓ પર એક નજર નાખીએ તો દુનિયાભરમાં આ વાયરસના કારણે અત્યાર સુધીમાં ૮૮૦૦૦ લોકોના મોત થયાં છે. જયારે ૧૫,૦૦,૦૦૦ લોકો કોરોનાના લપેટામાં આવી ગયા છે.અમેરિકા ઉપરાંત ઈટલી, ફ્રાંસ, સ્પેન અને જર્મનીમાં પણ કોરોાથી મરનારની સંખ્યા તેજીથી વધી રહી છે. પાછલા ૨૪ કલાકમાં ફ્રાંસમાં રેકોર્ડ ૧૪૧૭ લોકોના મોત થયાં છે જયારે સ્પેનમાં મૃતકોનો આંકડો ફરી વધવા લાગ્યો છે. ઈટલી, સ્પેન, બ્રિટન અને ફ્રાંસમાં સૌથી વધુ મોત થઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં માત્ર ઈટલીમાં કુલ ૧૭૬૬૯ લોકોના મોત કોરોનાના કારણએ થયાં છે. જયારે સ્પેનમાં ૧૪૭૯૨ અને ફ્રાંસમાં ૧૦૮૮૨ લોકો મોતને ભેટી ચૂકયા છે.

સમગ્ર દુનિયામાં કોરોનાના કેર યથાવત છે અને વિશ્વભરમાં કોરોનાના કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૧૫ લાખને પાર થઈ છે.જયારે મૃત્યુઆંક ૮૮ હજાર ૪૦૦ના પાર થયો છે.અને અત્યાર સુધી ૩ લાખ ૨૯ હજારથી વધુ લોકો સાજા પણ થાય છે. અમેરિકા, સ્પેન, ઈટાલી, જર્મની અને ફ્રાન્સ સહિતના પાંચ દેશોમાં એક લાખથી વધુ કેસ છે. ઈટાલીમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧૭ હજાર ૬૦૦દ્મક વધુ છે.જયારે સ્પેન અને અમેરિકામાં ૧૪ હજાર ૭૦૦દ્મક વધુ મૃત્યુઆંક છે..જયારે ફ્રાન્સમાં ૧૦ હજાર ૮૦૦થી  વધુ લોકોના મોત થયા છે.

ડબલ્યુએચઓએ યુરોપની સ્થિતિ અંગે બુધવારે ચિંતા વ્યકત કરી છે. નેધરલેન્ડમાં બુધવારે અંદાજે ૧ હજાર નવા કેસ સામે આવ્યા, જે પછી આંકડો ૨૦ હજારને પાર પહોંચી ગયો છે.ફ્રાન્સમાં કોરોનાના ૧ લાખથી વધુ દર્દીઓ ધરાવતો વિશ્વનો પાંચમો દેશ છે . બ્રિટનમાં નર્સોની અછતના કારણે સૈન્યના જવાનોને એમ્બ્યુલન્સ સર્વિસમાં મદદ માટેની તાલીમ અપાઇ રહી છે. બીજી તરફ ફ્રાન્સ કોરોનાના ૧ લાખથી વધુ દર્દીઓ ધરાવતો વિશ્વનો પાંચમો દેશ બની ગયો છે. ફ્રાન્સમાં અંદાજે ૭ હજાર દર્દીઓની સ્થિતિ ગંભીર છે.

સમગ્ર દુનિયામાં કોરોનાના કેર યથાવત છે..અને વિશ્વભરમાં કોરોનાના કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૧૫ લાખને પાર થઈ છે.જયારે મૃત્યુઆંક ૮૮ હજાર ૪૦૦ના પાર થયો છે..અને અત્યાર સુધી ૩ લાખ ૨૯ હજારથી વધુ લોકો સાજા પણ થાય છે.બ્રિટનમાં કોરોના સંક્રમણના કારણે મૃત્યુઆંક સાત હજારને પાર થયો છે ફ્રાન્સમાં ૧૦ હજાર ૮૦૦થી વધુ લોકોના મોત થયા.

(10:57 am IST)