Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

શ્વેતા તિવારીએ લોકડાઉન દરમ્યાન કાપ્યા પોતાના પુત્રના વાળ, તસ્વીરો વાયરલ થઇ

મુંબઇઃ લોકડાઉનના કારણે સિતારાઓ પણ ઘરમાં કેદ છે. રોજીદું કામ જાતે જ કરે છે. ખાવાનું બનાવવાનું લઇ સફાઇમાં સિતારા વ્યસ્ત છે. આ વચ્ચે ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ પણ અનુષ્કા શર્માની રાહ પર ચાલીરહી છે અને હેરસ્ટાઇલિસ્ટ બની ગઇ છે.

શ્વેતા તિવારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસ્વીરો શેયર કરી છે જેમાં તે પોતાના પુત્રના વાળ કાપી રહી છે. તસ્વીરોમાં શ્વેતા પુત્રને નવો ઓપ આપી રહી છે. માતા પુત્રની આ તસ્વીરો ચાહકોને ખૂબજ પસંદ પડી છે.

(12:00 am IST)