Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

દંતેવાડા હુમલો :નક્સલ પ્રભાવિત વિસ્તારમાં નહિ જવા ધારાસભ્ય ભીમા મંડાવીને ચેતવ્યા હતા:પોલીસનો દાવો

નકસલી હુમલાને પગલે આ વિસ્તારનાં મતદાન કેન્દ્રને અન્યત્ર ખસેડાયું છે.

 

નકસલીઓનાં વિસ્તારમાંથી પસાર થતાં ભાજપનાં ધારાસભ્ય ભીમા મંડાવીની બુલેટપ્રુફ કારને આઇઇડી બ્લાસ્ટથી ઉડાવી દિધી હતી. આ નકસલી હુમલામાં કારનો ખુરદો બોલી ગયો હતો. આ હુમલામાં ભાજપનાં ધારાસભ્ય ભીમા મંડાવીનું મોત થયું છે. જ્યારે 4 સુરક્ષા જવાનો શહિદ થયા છે, તેમજ અન્ય પાંચ જવાનો લાપતા છે.

  દંતેવાડાનાં એસપી અભિષેક પલ્લવે જણાંવ્યું છે કે, ભાજપનાં ધારાસભ્ય ભીમા મંડાવીને અગાઉ પોલીસે નકસલ પ્રભાવિત વિસ્તારમાં ન જવા ચેતવણી આપી હતી. તેમ છતાં ધારાસભ્ય ભીમા મંડાવી નકસલી વિસ્તારમાં ગયા હતાં. વિધાયકની કાર સાથે જ ચાલતી અન્ય એકકારમાં પાંચ સુરક્ષા જવાનો બેઠા હતાં. તે જવાનોની શોધખોળ ચાલી રહિ છે

   . એસપીએ જણાંવ્યું કે તે વિસ્તારમાં નકસલીઓનાં આવ-જાની માહિતી મળી હતી. નકસલી હુમલાને પગલે આ વિસ્તારનાં મતદાન કેન્દ્રને અન્યત્ર ખસેડાયું છે.  તમામ રાજકિય પક્ષોને આ વિસ્તારમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

દંતેવાડા જિલ્લાનાં કુઆકોન્ડા ક્ષેત્રનાં શ્યામગિરી વિસ્તારમાં નકસલીઓએ આ હુમલો કર્યો છે.  આઇઇડી વિસ્ફોટ બાદ નકસલીઓએ ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાંવ્યું કે અમને માહિતી મળી હતી કે,ધારાસભ્ય ભીમા મંડાવીનો કાફલો આજે બચેલીથી કુઆકોન્ડા તરફ રવાના થયો છે. કાફલો જ્યારે શ્યામગિરી તરફ રવાના થયો ત્યારે નકસલીઓએ રસ્તા પર આઇઇડી સામગ્રી પાથરીને વિસ્ફોટ કર્યો હતો.

(1:09 am IST)