Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

આઇટી રેડને પડકારવા પ્રવીણ કક્કરની ઇન્દોર હાઇ કોર્ટમાં અરજી :11 એપ્રિલે થશે સુનાવણી

 

ભોપાલ :મુખ્યમંત્રી કમલનાથના અંગત સચિવ પ્રવીણ કક્કરે મધ્યપ્રદેશમાં આવકવેરાના દરોડાને પડકારવા માટે ઇન્દોર હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેની સુનાવણી 11 એપ્રિલના રોજ થશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે તેમના નજીકના લોકો પર કરવામાં આવેલા આઈટી દરોડાને લઈ ભાજપ પર પ્રહાર કર્યા હતા

   . કમલનાથે જણાવ્યું હતું કે, 'ભાજપ આવી રીતે એટલા માટે કરી રહી છે કેમ કે તેને ચૂંટણી હારી જવાનો ડર છે,એટલે આવી રણનીતી બનાવી રહી છે. મને કોઈ ચિંતા નથી, કોઈ મને ડૂબાડી નહી શકે. આપને જાણાવી દઈએ કે છેલ્લા 2-3 દિવસથી સીએમ કમલનાથના સાથીદારોને ત્યાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

   આવકવેરા વિભાગે કમલનાથના નજીકના સંબંધીઓને ત્યા 50 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આઈટી દરોડાની કાર્યવાહી કમલનાથના અંગતસચિવ પ્રવીણ કક્કર, સલાહકાર આર.કે. મિગલાની, કમલનાથના ભાણેજ રતુલ પુરી, દીપક પુરી અને મેજર બિયરર અને અમિરા કંપનીના ભોપાલ, ઈન્દોર, દિલ્હી અને ગોવાના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

(1:10 am IST)