Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ભાજપના સાંસદ વરુણ ગાંધીએ પાંચ વર્ષથી ટેલિફોન બિલ ભર્યું નથી : BSNL દ્વારા ચૂંટણીપંચમાં ફરિયાદ !!

ઘણીવાર નોટિસ મોકલ્યા પછી પણ ભાજપા સાંસદે 38,000 રૂપિયાનું બિલ ચુકવ્યું નથી

નવી દિલ્હી :ભાજપના નેતા વરુણ ગાંધી વિરુદ્ધ બીએસએનએલ ઘ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવાઈ છે આ ફરિયાદ ભાજપા નેતાના બાકી નીકળતા બિલ અંગે કરાઈ છે. બીએસએનએલ ફરિયાદ અનુસાર વરુણ ગાંધીએ છેલ્લા પાંચ વર્ષનું ટેલિફોન બિલ ચુકવ્યું નથી. આ બિલ લગભગ 38,000 રૂપિયા ઉપર પહોંચી ચૂક્યું છે.

બીએસએનએલ ઘ્વારા ચૂંટણી પંચને જાણકારી આપવામાં આવી છે કે ભાજપા નેતા વરુણ ગાંધીએ છેલ્લા 5 વર્ષથી પોતાના ફોનનું બિલ નથી ચુકવ્યું. તેના અંગે પીલીભીત જિલ્લાના બીએસએનએલ ડિપાર્ટમેન્ટે જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ લખીને મોકલી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ઘણીવાર નોટિસ મોકલ્યા પછી પણ ભાજપા સંસદ વરુણ ગાંધીએ 38,000 રૂપિયાનું બિલ ચુકવ્યું નથી. આ બિલ વર્ષ 2009 થી 2014 વચ્ચેનું છે. પાંચ વર્ષથી બાકી બિલ હજુ સુધી ચુકવવામાં નથી આવ્યું. બાકી નીકળતા પૈસા 38,000 રૂપિયા કરતા પણ વધારે છે.

 

બીએસએનએલ ઘ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે બિલ ચુકવણી અંગે ઘણીવાર વરુણ ગાંધીને લેખિતમાં નોટિસ મોકલી છે પરંતુ તેમની તરફથી કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ નથી મળ્યો. ચૂંટણી પંચને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે વરુણ ગાંધીએ બિલ ચૂકવ્યા વિના જ પોતાનું નોમિનેશન ભર્યું છે.

(8:38 pm IST)