Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

એસબીઆઈ દ્વારા લોન ઉપર વ્યાજદર ઘટાડ્યો

આઈઓબી દ્વારા પણ કાપ મુકાયો

નવીદિલ્હી, તા. ૯ : દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક અને ઇન્ડિયન ઓવર્સીસ બેંકે લોન દરોમાં ઘટાડો કર્યો છે. એસબીઆઈએ પોતાના લોનના વ્યાજદરોમાં ૦.૦૫ ટકાનો ઘટાડો કર્યો છે. નવા દરો આવતીકાલથી અમલી બનશે. બીજી બાજુ ઇન્ડિયન ઓવર્સિસ બેંકે પણ એક વર્ષ અને તેનાથી ઉપરની અવધિના લોન પર વ્યાજદરમાં ૦.૦૫ ટકાનો ઘટાડો કર્યો છે. એસબીઆઈએ ૩૦ લાખ રૂપિયાની આવાસ લોન પર વ્યાજદરમાં ૦.૧૦ ટકાનો ઘટાડો કર્યો છે જ્યારે ૩૦ લાખ રૂપિયાથી ઓછીની આવાસ લોન પર વ્યાજદર હવે ૮.૬૦થી ૮.૯૦ ટકા થઇ ગયો છે.

(11:42 pm IST)