Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

પ્રિયંકા ગાંધીના રોડ શોમાં મોદી મોદીના નારાથી તંગદિલી

કાર્યકરો વચ્ચે અથડામણ થઇ

બિજનોર, તા. ૯ : લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનમાં મતદાન પહેલા પ્રચારના છેલ્લા દિવસે તમામ રાજકીય પક્ષોએ તાકાત લગાવી હતી. ઉત્તરપ્રદેશના બિજનોરમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરાને ભાજપના કાર્યકરો તરફથી જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. રોડ શો દરમિયાન ભાજપના કાર્યકરોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે સંઘર્ષના દ્રષ્યો પણ સર્જાયા હતા. મોદી મોદીના નારા વચ્ચે કોંગ્રેસના કાર્યકરોએ ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા તા. કોંગ્રેસ ઉમેદવાર નસીમુદ્દીનના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ બિજનોરમાં રોડ શો કરીને માહોલ બનાવવા પ્રયાસ કર્યો હતો.

(7:43 pm IST)