Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

સુપ્રીમે બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી' પર રોક લગાવવાનો કર્યો ઇન્કાર

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચે એ નક્કી કરવાનું છે કે ફિલ્મ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે કે નહીં

નવી દિલ્હી તા. ૯ : સુપ્રીમ કોર્ટે અભિનેતા વિવેક ઓબેરોય અભિનીત બાયોપિક પીએમ નરેન્દ્ર મોદી પર રોક લગાવવા પર ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે મંગળવારે કહ્યું કે ચૂંટણી પંચને એ નક્કી કરવાનું છે કે ફિલ્મ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે કે નહીં.

આ પહેલા બોમ્બે હાઈકોર્ટે આપેલા પોતાના ચુકાદામાં ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીની રીલીઝ ડેટ પર દખલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. પીએમ મોદીની બાયોપિકને અનેક પાર્ટીઓ આચાર સંહિતાનું ઉલ્લંઘન માની રહી છે.

આ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટે પણ તેની રીલીઝ ડેટ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો. ચૂંટણી પંચને પણ આ ફિલ્મની ફરિયાદ કરવામાં આવી હતી.

ફિલ્મ પર રોક લગાવવાની માંગને લઈને વિવેક ઓબેરોયે કહ્યું હતું કે મને સમજમાં નથી આવી રહ્યું કે કેટલાક લોકો આ પ્રકારે ઓવરરિએકટ કેમ કરી રહ્યા છે, અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલ જેવા સિનિયર અને ફેમસ વકીલ આવી ફિલ્મ પર પિટિશન દાખલ કરવામાં પોતાનો સમય કેમ બરબાદ કરી રહ્યા છે? શું તેઓ ફિલ્મથી ડરે છે કે ચોકીદારના ડંડાથી.

વિવેકે એમ પણ કહ્યું હતું કે, મોદીની જિંદગીને વધારી-ચડાવીને નથી દર્શાવવામાં આવી. પીએમ મોદીનું વ્યકિતત્વ પહેલાથી જ ઘણું મોટું છે.

(4:00 pm IST)