Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

શૃંગેરી મઠના શંકરાચાર્યએ રાહુલ ગાંધીને આશિર્વાદ આપવા ઇન્કાર કર્યો

નવી દિલ્હી : ૨૨મી માર્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરામૈયા શૃંગેરી મઠના શંકરાચાર્ય પાસે પહોંચ્યા હતાઃ શંકરાચાર્યજીએ રાહુલ ગાંધી અને સિદ્ધરામૈયાને આશિર્વાદ આપવા નનૈયો ભણી દીધો હતોઃ તેમણે કહ્યુ હતું કે તમે લોકો અહીંયા આવ્યા છો તો હું ખુશ છું, પરંતુ તમે જે લોકો જે કામ (હિન્દુ વિરોધી) કરી રહ્યા છો તે પછી હું તમને આશિર્વાદ આપી ન શકુઃ આ સમાચાર કથાકથિત સેકયુલર જમાતને અરીસો બતાડવા જેવા છેઃ અત્રે એ નોંધનીય છે કે હાલમાં હિન્દુઓના મસીહા તરીકે બહાર આવેલા રાહુલ ગાંધી મંદિર-મંદિર જઇ રહ્યા છે પરંતુ શંકરાચાર્યએ તેમને ઓળખી લીધા અને આશિર્વાદ આપવાનો ઇન્કાર કર્યો હતોઃ શંકરાચાર્યએ કહ્યુ હતું કે તમે હિન્દુઓને જ્ઞાતિવાદમાં વહેંચી રહ્યા છો અને સમાજને તોડવાનું કામ કરો છોઃ શંકરાચાર્યની વાત સાંભળીને રાહુલ ગાંધીને આંચકો લાગ્યો હતો

(4:00 pm IST)