Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ડોનાલ્ડ ટ્રમ્પ - નરેન્દ્ર મોદીની ચૂંટણી પ્રચાર રણનીતિ એક સમાન : સામ પિત્રોડાન

બન્ને નેતાઓ લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવામાં વિશ્વાસ ધરાવે છે

નવી દિલ્હી તા. ૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી પ્રચાર રાજનીતિમાં સમાનતા છે કારણ કે બંને લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવામાં વિશ્વાસ કરે છે. તેઓ ડિજિટલ યુગમાં રાજકીય પ્રચાર પર બોલતા હતા તેવો આક્ષેપ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ સોમવારે કર્યો હતો.ઙ્ગ

ઙ્ગતેમણે જણાવ્યું હતું કે ડિજિટલ યુગ સાઉન્ડ બાઇટ્સ, યુકિતઓ અને વિડિયોનો છે. જયારે પત્રકારો ઊંડાણપૂર્વક જઇને વિશ્લેષણ કરતા હતા તેનાથી આ બાબત બિલકુલ વિપરીત છે. કોંગ્રેસના વડા રાહુલ ગાંધીના વિશ્વાસપાત્ર સામ પિત્રોડા આ અગાઉ પુલવામા સંબંધિત નિવેદન અંગે પણ સ્પષ્ટતા કરી ચૂકયા છે. તેમણે કહ્યું હતું કે તેમણે જવાનો અથવા દળો માટે કોઇ અપમાનજનક વાત નથી કરી. આ સાથે પોતાની ટિપ્પણી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારના અન્ય ટોચના નેતાઓના દાવાના તેમણે એક સફેદ જૂઠાણું જણાવ્યું હતું.ઙ્ગ

ઙ્ગપિત્રોડા પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલાના દાવા અંગે કથિત રીતે પ્રશ્નો ઉભા કરવાના મુદ્દે વિવાદમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમની ટિપ્પણીઓની ૪૦ મિનિટની ટેપ દ્વારા જે હોબાળો થયો છે તે દરેક માટે ઉપલબ્ધ છે અને જો તેમાંથી કોઈ મને જણાવે કે તેમાં આપણા સૈનિકો અથવા આપણા લશ્કર માટે કંઇ અપમાનજનક છે તો હું રાજીખુશીથી માફી માગવા તૈયાર છું. જો એમ નથી થતું તો હું તેમને (વડાપ્રધાન, જેટલી અને અમિત શાહ)ને એક સાર્વજનિક મંચ પર ચર્ચા કરવા માટે પડકાર આપું છું.

ઙ્ગતેમણે કહ્યું, આ શું મૂર્ખતા છે... તમે કોઈનું ચરિત્ર હનન કેવી રીતે કરી શકો ? મેં અહીં ૩૦ વર્ષ સુધી કામ કર્યું છે. મેં મારી અમેરિકન નાગરિકતા બદલી ભારતીય કરી છે અને તમે ખોટી રીતે મારા પર હુમલો કરવા માંગો છો. ૪૦ મિનિટની વિડિયોમાં વડાપ્રધાન અથવા અમિત શાહે કહ્યું તેવું કાંઇ જ નથી.

ઙ્ગઅગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામ પિત્રોડા અંગે કોમેન્ટ કરી હતી કે કોંગ્રેસે તે વાતનો સ્વીકાર કર્યો છે કે કોંગ્રેસ આતંકવાદી દળો સામે પગલાં લેવા માગતી નથી. મોદીએ લખ્યું કે વિરોધ પક્ષ દ્વારા અનેક વખત આપણા દળોનું અપમાન થયું છે. હું મારા ભારતીય લોકોને અપીલ કરું છું કે તેઓ વિપક્ષી નેતાઓને તેમના નિવેદનો વિશે પૂછે. તેમને જણાવે કે ૧૩૦ કરોડ ભારતીય વિપક્ષને તેમની નકારાત્મકતા માટે માફ નહીં કરે.(૨૧.૨૪)

(5:40 pm IST)