Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

કથાના પ્રસાદથી ભકિત અને પ્રેમની પ્રાપ્તી થાય : પૂ. મોરારીબાપુ

ઉત્તરપ્રદેશમાં '' માનસ રત્નાવલી'' શ્રી રામકથાનો ચોથો દિવસ

રાજકોટ તા ૯ :  '' કથાના પ્રસાદથી ભકિત અને પ્રેમની પ્રાપ્તિ થાય છે '' તેમ પૂ. મોરારીબાપુએ ઉત્તરપ્રદેશના કવિયત્રી રત્નાવલી ની ભૂમિ ખાતે આયોજીત '' માનસ રત્નાવલી'' શ્રી રામ કથાના ચોથા દિવસે કહ્યું હતું

પૂ. મોરારીબાપુએ કાલે  શ્રી રામકથાના ત્રીજા  દિવસે કહયું કે પતિ-પત્નિ વચ્ચે પરસ્પર સમર્ર્પિત ભાવ એ ખુબ જરૂરી છે. સમય-સમય પર કથાનું   રૂપ બદલાય છે પણ કથાનું સ્વરૂપ નથી   બદલાતું. તુલસીજીના સમયમાં આવા આટલા મોટા કથા પંડલ વગેરે ન હોય, એક પ્રશ્ન એવો  પુછાયો હતો કે જીવનમાં વિપતિ ઘાસની જેમ ઉગતી જ રહે છે તો  શું કરવું ?  બાપા વિપતીના ઘણા કારણો  છે. ઘણી વખત નિરંતર સતત વિપતીઓ  આવે ત્યાર ે દરેક વખતે એવું લાગે કે આના પેલાની  વિપતી સારી હતી. વિપત્તીના બીજને તમે જમીન ન આપો, વાવતેર ન કરો, માનો કે જમીન આપી, વાવેતર કર્યુ તો પછી એનું  સિંચન ન કરો. ઘણી વખત પ્રયત્નોથી, કોઇ બુધ્ધપુરૂષ- મહાપુરૂષના પ્રવચનોથી, પુકાર (પ્રાર્થના) થી અને હરિસ્મરણથી આપણી સમસ્યાઓ   હલ થઇ શકે છે. પ્રયત્નો,  પ્રવચનો, પુકારથી   પણ  વિપત્તીઓ નો હલ ન થાય તો કેવળ હરિસ્મરણ નિરંતર હરિસ્મરણ કરો. સમસ્યાઓનું શમન થશે જ.

પૂ. મોરારીબાપુ એ વધુમાં કહયું કે  રત્નાવલી -તુલસીની જીવનયાત્રાનું દર્શન કરીએ છીએ ત્યારે ભગવાન બુધ્ધના જીવનનું પુનરાવર્તન થતું દેખાય છે. આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે બુધ્ધના જીવનમાં પણ  ગૃહ ત્યાગ છે. બુધ્ધ અને તુેલસીજીના ગૃહત્યાગમાં ભેદ છે. બુધ્ધનો ગૃહત્યાગ કઠોર છે. તુલસીનો ગૃહત્યાગ કઠોર નથી. રત્નાવલિના લગ્ન ૧૨ વર્ષની ઉંમરે તુલસી સાથે થયા છે અને ૧૬ વર્ષની ઉંમરે ગોૈના કરીને લાવ્યા છે. તુલસી ઘર છોડે છે, ત્યારે રત્નાવલીની ઉંમર ૨૭ વર્ષની છે. ૧૧ વર્ષનું લગ્નજીવન છે. તુલસીના હ્રદયમાં રત્નાવલીનું નિરંતર સમસ્યા છે. મારી દ્રષ્ટિએ માનસમાં રામજી જાનકીજીને જે સંદેશો મોકલે છે. હનુમાનજી દ્વારા રામજી જાનકીને સંદેશ મોકલાય છે, એ પંકિતઓમાં મને એવું અનુભવાય છે કે, તુલસીનો રત્નાવલી તરફનો પ્રેમ પ્રગટ થયો છે. વિનયપત્રીકામાં પણ એ વિરહ પ્રેમ છે. '' માધવ મોહ પાશ નહીં છુટત'' એ પદમાં રત્નાવલીનું જ સ્મરણ  છે 

(3:53 pm IST)