Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

અનિલ અંબાણીના કેસ સાથે ચેડા કરનાર સુપ્રીમ કોર્ટના બે કર્મચારીઓને ઝડપી લીધા

નવીદિલ્હી, તા.૯: રિલાયન્સ કોમ્યુનિકેશન્સના પ્રમુખ અનિલ અંબાણી સાથે જોડાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર કથિત રીતે ખોટી માહિતી મુકવાના આરોપમાં સુપ્રીમ કોર્ટના બે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. બન્ને કર્મચારીઓને અદાલતે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ બન્નેએ વેબસાઈટ પર કથિત રીતે એક આદેશ અપલોડ કર્યેા હતો જેના અનુસાર આ મામલામાં અંબાણીને હાજર થવામાંથી છૂટ આપવામાં આવી છે. જો કે વાસ્તવિકતા એ હતી કે અદાલતે આદેશ આપ્યો હતો કે આગલી સુનાવણી દરમિયાન તેઓ કોર્ટમાં ઉપસ્થિત રહે.

પકડાયેલા આરોપીઓ માનવ અને તપનની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ બન્નેની હકાલપટ્ટી કરી નાખી હતી. સુપ્રીમ કોર્ટે અદાલતની અવમાનનાના કેસમાં અનિલ અંબાણીની કોર્ટમાં હાજરીના મુદ્દે તેના ૭ જાન્યુઆરીના આદેશ સાથે છેડછાડ કરવાને લઈને આ બન્ને સામે કાર્યવાહી કરી હતી.

(3:51 pm IST)