Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

કાશ્મીરમાં ત્રાલના જંગલોમાં મુઠભેડ ચાલુ

પુલવામાં જિલ્લાના ત્રાલના જંગલોમાં ર થી ૩ આતંકવાદીઓ હોવાની શંકા

જમ્મુઃ જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ ચાલુ છે. જણાવાઇ રહ્યું છે કે ત્રાલના જંગલ વિસ્તારમાં ૨-૩ આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા પછી સુરક્ષાદળોએ ત્યાં સર્ચ ઓપરેશન ચલાવ્યંુ હતું. આ દરમ્યાન ઘેરાઇ ગયા પછી આતંકવાદીઓ તરફથી ફાયરીંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેના જવાબમાં સુરક્ષાદળોએ પણ જવાબી ફાયરીંગ શરૂ કર્યું હતું.

આ એકાઉન્ટર કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં ચાલી રહ્યું છે. સુરક્ષાદળોને બાતમી મળી હતી કે ત્રાલના સતુરામાં આતંકવાદીઓ જંગલમાં છુપાયા છે. ત્યાર પછી સુરક્ષાદળોએ ટીમ બનાવીને આતંકવાદીઓ વિરૂદ્ધ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. સર્ચ દરમ્યાન પોતાને ઘેરાયેલા જોઇને આતંકવાદીઓએ જયારે ફાયરીંગ કરવાનુ ચાલુ કર્યું તો સુરક્ષાદળોએ પણ તેને જડબાતોડ જવાબ આપવાનું ચાલુ કર્યું હતું. આ આતંકવાદીઓને મારી નખાયા કે નહીં તેની માહિતી હજુ સુધી નથી મળી પણ ફાયરીંગ અત્યારે પણ ચાલુ છે.બીજી બાજુ શોપીયામાં સૈન્ય, પોલિસ અને સીઆરપીએફના જવાનોની સંયુકત ટીમે આતંકવાદીઓના કેટલાક ઠેકાણાઓ તબાહ કરી નાખ્યા છે. આતંકવાદીઓના આ ગુપ્ત સ્થાનો પરવાનના જંગલોમાં બનાવાય હતા, જયાં તેઓ શરણ લેતા હતાં.

(3:45 pm IST)