Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

શેરો-શાયરી, હળવી મજાક...પ્રસન્ન માહોલ

હું રાજનીતિમાં પીએચ.ડી. કરવા ભાજપમાં ગયો હતોઃ અશોક ડાંગર : મને આનંદ છે કે જે જ્યાં લોકો પીએચ.ડી. કરવા આવે છે એ પક્ષનો હું પ્રમુખ છું: કમલેશ મીરાણી : સંચાલક ડો.અનિલ દશાણીએ દરેક વકતાને શબ્દોના વિશેષ અને વેધક હારથી નવાજ્યા

રાજકોટ તા. ૮ :..

'ચલો જલાએ દીપ વહાં,

જહાં અભી ભી અંધેરા હૈ'

સાંધ્ય પત્રકારત્વની અનોખી મશાલ પ્રગટાવનાર 'અકિલા' દૈનિકનો ગઇકાલે વાર્ષિક ડ્રો આયોજિત થયો હતો. આ ડ્રોમાં શેરો-શાયરી વરસ્યા હતા, હળવી-નિર્દોષ મજાક થઇ હતી અને પ્રસન્ન માહોલ સર્જાયો હતો.

  કાર્યક્રમ સંચાલક 'અકિલા' ના પરિવારના ડો. અનિલ દશાણીએ વિશિષ્ટ પ્રકારનું સંચાલન કરીને દરેક વકતાને નેહ નીતરતા શબ્દોના વેધક અને વિશેષ હારથી નવાજ્યા હતાં.

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરનો પરિચય આપતા તેમણે કહ્યું હતું કે, ભાજપની કાંધીમાં કેટલાં વાસણો છે તે જાણી આવીને ફરી કોંગ્રેસના અધ્યક્ષ બનેલા અશોક ડાંગર...

આ પરિચય સામે અશોકભાઇ ડાંગરે પણ પોતાના વકતવ્યમાં હળવી મજાક કરતા કહ્યું હતું કે, રાજનીતિમાં પીએચ.ડી. કરવા હું ભાજપમાં ગયો હતો...!

આ મામલો શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઇ મીરાણીએ પણ આગળ વધાર્યો હતો. શ્રી મીરાણીએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, મને ગૌરવ છે કે લોકો જયાં પીએચ.ડી. કરવા આવે છે એ પક્ષનો હું અધ્યક્ષ છું...

જો કે પૂરો કાર્યક્રમ રાજનીતિથી પર અને સોહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. સંચાલક ડો. અનિલ દશાણીએ પ્રસંગાનું રૂપ શેરો-શાયરી, જોકસ રજૂ કરીને માહોલને મોજીલો રાખ્યો હતો.

વકતાઓના વકતવ્યોમાં લાગણી પણ છલકાઇ હતી. અશોકભાઇ ડાંગરે આત્મીયતા વહાવતા કહ્યું હતું કે, શ્રી કિરીટભાઇ ગણાત્રાને અમે વડીલતુલ્ય  ગણીએ છીએ. અને કામ પડે ત્યારે નિઃસંકોચ પહોંચી જઇએ છીએ. હવે 'અકિલા' ની ધૂરા સંભાળનાર નિમિષભાઇ ગણાત્રાએ પણ આ તૈયારી રાખવી પડશે... અમે બંધુ બનીને અધિકારભાવથી 'અકિલા' એ આવતા રહીશું..

(3:13 pm IST)