Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

જયાં વાંચકો સર્વોપરી છે અને જે સમાજનું પ્રતિબીંબ છે એ અકિલા સાંધ્ય દૈનિકની વાર્ષિક લવાજમ યોજનાનો ડ્રો યોજાયો

પત્રકાર સમાજનું સત્યનારાયણ સ્વરૂપ એટલે અકિલાઃ નાનામાં નાના માણસને ન્યાય-વાચા આપવામાં અગ્રેસરની ભૂમિકા

'અકિલા' એ સર્વ સુખી ન સન્તુ... વિચારનું વાવેતર કર્યુ છેઃ સત્યનું સ્વરૂપ : 'અકિલા' છેઃ કથાકાર કનૈયાલાલ ભટ્ટ : ભાજપ-કોંગ્રેસની નેતાગીરી સર્જવામાં 'અકિલા'એ મહત્વની ભૂમિકા ભજવી છેઃ અશોકભાઇ ડાંગર : 'અકિલા' એ મારા જેવા અનેક કાર્યકરોની કારર્કિદી ઘડી છેઃ શેરીથી સંસદ સુધીનું નેતૃત્વ 'અકિલા' એ સર્જ્ર્યું છેઃ કમલેશ મીરાણી : ચૂંટણી વખતે પણ રાજકીય સમાચારો સેન્ટીમીટરમાં ન લેતું એકમાત્ર દૈનિક 'અકિલા' છેઃ પૈસા, ગિફટ, લાંચથી દૂર રહીને તટસ્થ સમાચાર આપે છેઃ શ્રી અનિલભાઇ દેસાઇ : ઉત્તમ કાર્યોમાં ઉત્તમ સહયોગ આપતું 'અકિલા' પ્રેરણાના ધોધ સમાન છેઃ આ અખબાર વાચવાનું વ્યસન થઇ ગયું છેઃ ડો. વલ્લભભાઇ કથીરિયા : 'અકિલા' એટલે રાજકોટની શાન, સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું પ્રતીક અને ગુજરાતી પત્રકારત્વનું ગૌરવઃ ગાયત્રીબા વાઘેલા : કિલ્લા જેવું મજબૂત 'અકિલા' લોકોના અવાજને વાચા આપતું અખબાર છેઃ ભાનુબેન બાબરિયા : અકિલાની વાર્ષિક લવાજમ યોજનાના ડ્રો પ્રસંગે વિવિધક્ષેત્રના મહાનુભાવો - એજન્ટ મિત્રોની વિશેષ ઉપસ્થિતી

રાજકોટ : 'અકિલા'નો વાર્ષિક લવાજમ ડ્રો યોજાયો હતો. તે પ્રસંગની તસ્વીરોમાં ચિ.ધન્વી નિમીષભાઈ ગણાત્રા અને ચિ. માહી નિમીષભાઈ ગણાત્રા સાથે ''અકિલા''ના એકિઝકયુટીવ એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રા દિપપ્રાગટ્ય વિધિ કરતાં દર્શાય છે. બાજુની તસ્વીરમાં અંધ મહિલા વિકાસ ગૃહની દિકરીઓ દ્વારા ધૂન - ભજન રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ ડ્રોનું ઈનામ ખેંચતા 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, 'અકિલા'ના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા સાથે એજન્ટ મિત્રો શ્રી ચંદ્રશેખર જયસ્વાલ (ગોંડલ), શ્રી ગૌરાંગભાઈ મહેતા (ગોંડલ), ઈશાબેન દેવાણી (કેશોદ), ઈલાબેન જોષી (ગોંડલ), શ્રી સલીમભાઈ બાંગા (કોટડાસાંગાણી), શ્રી પરવેઝભાઈ બાંગા (કોટડાસાંગાણી), શ્રી અતુલભાઈ ભટ્ટ (ભાયાવદર), શ્રી હિતેષભાઈ ભટ્ટ (ભાયાવદર), શ્રી જય કંસારા (ટંકારા), શ્રી દિનેશ ચંદારાણા (વાંકાનેર), શ્રી કિર્તીભાઈ શાહ (ચોટીલા), શ્રી કૌશિકભાઈ આશરા (કાલાવડ), શ્રી દર્શનભાઈ મકવાણા (જામજોધપુર), શ્રી નીતીનભાઈ ફીચડીયા (રાજકોટ) અને શ્રી દિલીપભાઈ દવે (રાજકોટ) નજરે પડે છે.  (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૯ :. વિશ્વની સૌથી મોટી ગણાતી લોકશાહી એવી ભારતીય લોકશાહી અત્યારે પોતાના સૌથી મોટા ચૂંટણી પર્વની ઉજવણી કરી રહ્યુ છે ત્યારે સવારે ચા અને સાંજે અકિલાથી ઘેર ઘેર જાણીતા એવા સાંધ્ય દૈનિક અકિલાએ પણ 'વાર્ષિક લવાજમ યોજના' અંતર્ગત પોતાની વાર્ષિક ઉજવણીનો એક કાર્યક્રમ ગઈકાલે યોજ્યો હતો. જ્યાં વાંચકો જ સર્વોપરી છે અને જે કદી કોઈની શેહશરમ રાખતુ નથી અને જે ઝડપી, તટસ્થ, ન્યાયી, પ્રમાણિક સમાચારોનો રસથાળ વાંચકોને રોજેરોજ પીરસી રહ્યુ છે. અકિલા એટલે 'પવિત્રતા' અને આ પવિત્રતાનું ચૂસ્ત પાલન કરી અખબારી આલમમાં એક નવો ચીલો શરૂ કરનાર અકિલા આજે સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહિ પરંતુ દેશવિદેશના વાંચકોના હૃદય સુધી પહોંચ્યું છે. અખબારી આવૃતિ હોય કે પછી ઈન્ટરનેટ આવૃતિ હોય કે પછી સોશ્યલ મીડીયા થકી લાઈવ ન્યુઝ પીરસવાનુ કામ હોય અકિલા હરહંમેશ અગ્રેસર રહ્યુ છે. સમાજના શોષિત, પીડીત, નાના વર્ગ અને અન્યાયનો ભોગ બનેલાઓ માટે હંમેશા અવાજ ઉઠાવવાનો અખબારી ધર્મ અકિલા સ્થાપનાકાળથી બજાવી રહ્યુ છે. સમાજના કોઈપણ વર્ગનો કોઈપણ પ્રશ્ન હોય અકિલા તે પ્રશ્નને વાચા આપવા હંમેશા અગ્રીમ ભૂમિકા ભજવતુ રહ્યુ છે. અકિલા છપ્પનની છાતી ધરાવતુ અખબાર છે તેથી તંત્રનો કાન આમળ વામાં કદી પાછીપાની કરતુ નથી. લોકોના પાણીના પ્રશ્નો હોય, રસ્તાના પ્રશ્નો હોય, વિજળીના પ્રશ્નો હોય કે પછી કાયદા-કાનૂને ગજવામાં રાખતા લોકોને નિયંત્રણમાં લાવવાના પ્રશ્નો હોય અકિલાએ તેના ઉકેલ માટે જે તે જગ્યાએ તંત્ર સામે બાથ ભીડવામાં કદી પીછેહઠ નથી કરી. પ્રમાણિકપણે સમાચારો આપવા, ઝડપી સમાચારો આપવા, તટસ્થ સમાચારો આપવા, વૈવિધ્યપૂર્ણ સમાચારોનો રસથાળ આપવા અકિલા હરહંમેશ નંબર-૧ રહ્યુ છે અને નંબર-૧ રહેશે તેમા કોઈ બેમત નથી.

અકિલા માત્ર એક અખબાર જ નથી રહ્યુ પરંતુ એક ઈન્સ્ટીટયુશન ગણી શકાય એવી આ સંસ્થા છે. આ સંસ્થાને તેના હજારો - લાખો વાંચકો તરફથી ભરપૂર પ્રેમ વર્ષોથી પ્રાપ્ત થતો રહ્યો છે અને પ્રાપ્ત થતો રહેશે એવી અપાર શ્રદ્ધા અમોને છે. સૌરાષ્ટ્રની ધીંગી ધરા પરથી પ્રસિદ્ધ થતુ આ અખબાર આજે સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે ગીરના સાવજ જેવી ગર્જના સાથે પહોંચ્યુ છે. આ અખબારની વિશેષતા એ છે કે તે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓની અલગ અલગ આવૃતિઓ પ્રસિદ્ધ કરી રહ્યુ છે અને બાદમાં શહેરી આવૃતિ પણ વટભેર પ્રસિદ્ધ કરી રહ્યુ છે. અસહ્ય મોંઘવારીના જમાનામા ઓછા ખર્ચે વાંચકોને વધુ વાંચન મળે અને ઓછા ખર્ચે વિજ્ઞાપનકારો પોતાનુ વિજ્ઞાપન આપી શકે તેવી વ્યવસ્થા અકિલાએ ગોઠવી છે. રોજેરોજ ૧૨ થી ૨૨ પાના આપવા એ અકિલાની આગવી ઓળખ છે.

આવા પ્રજાના જાગૃત પ્રહરી તરીકે અખબારી આલમમાં એક અનોખુ નામ ઉભુ કરનાર આ અખબારની વાર્ષિક લવાજમ યોજનાનો ડ્રો ગઈકાલે એક સાદગીભર્યા સમારોહમાં યોજવામાં આવ્યો હતો. જેમા સમાજના શ્રેષ્ઠીઓ, ગામેગામથી પધારેલા એજન્ટો, વિતરકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં બા-બાપુજીની પ્રતિમા સમક્ષ અકિલા પરિવારના ચિ. ધન્વી તથા ચિ. માહીએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમના આશિર્વાદ લીધા હતા. ત્યાર બાદ અંધ મહિલા વિકાસ ગૃહની બહેનોએ ભકિતગીત પીરસી વાતાવરણને ભકિતમય બનાવી દીધું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના શ્રેષ્ઠીઓએ પોતાના વકતવ્યમાં અકિલા પ્રત્યે પોતાની અપાર લાગણી અને પ્રેમ શબ્દો થકી વર્ણવ્યા હતા. જે બદલ અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, શ્રી અજીતભાઈ ગણાત્રા, શ્રી રાજુભાઈ ગણાત્રા તથા શ્રી નિમિષભાઈ ગણાત્રાએ ઉપસ્થિત સૌ કોઈને આવકાર્યા હતા એટલુ નહિ કાર્યક્રમમા ઉપસ્થિત રહેવા બદલ તેઓનો હૃદયપૂર્વક આભાર પણ પ્રગટ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ત્યાર બાદ ડ્રોની કાર્યવાહી અકિલાના એકાઉન્ટસ વિભાગના કર્મચારીઓએ એજન્ટોની મદદથી શરૂ કરી હતી. એક એક ઈનામ ખેંચાતા ગયા અને તાલીઓના ગડગડાટથી વિજેતાઓને આવકારવામા આવ્યા હતા. (ડ્રોના વિજેતાઓની વિગત અન્ય સ્થળે પ્રગટ કરવામાં આવી છે.) આ પ્રસંગે નવી લવાજમ યોજનાની પણ જાહેરાત કરવામાં આવી હતી જેને ઉપસ્થિત એજન્ટ મિત્રોએ ઉષ્માભેર આવકારી હતી.

આ પ્રસંગે જાણીતા ધારાશાસ્ત્રી શ્રી અનિલભાઈ દેસાઈ, ધારાશાસ્ત્રી શ્રી કમલેશભાઈ શાહ, સિનર્જી હોસ્પિટલના ડો.જયેશ ડોબરીયા, ઓમ હોસ્પિટલના જાણીતા એમ.ડી. ડો.વિરલ બલદાણીયા, જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો.ભાવેશ સચદેવ તેમજ પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શ્રી કમલેશભાઈ મિરાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોકભાઈ ડાંગર, કોંગી અગ્રણી શ્રી મહેશ રાજપૂત,  શ્રી જીતુભાઈ ભટ્ટ, સરગમ કલબના પ્રમુખ શ્રી ગુણુભાઈ ડેલાવાળા, લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારૂ, ગૌસેવા ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા અને સુપ્રસિદ્ધ કથાકાર શ્રી કનૈયાલાલ ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ''અકિલા''ના ગામેગામથી એજન્ટમિત્રો શ્રી કિશોરભાઈ દેવાણી (કેશોદ), ઉષાબેન દેવાણી (કેશોદ), શ્રી ચંદ્રશેખરભાઈ જયસ્વાલ (ગોંડલ), શ્રી ગૌરાંગભાઈ મહેતા (ગોંડલ), શ્રી ભીમજીભાઈ સોઢા (કુવાડવા), શ્રી અમીનભાઈ ખુરેશી (મોરબી), શ્રી સલીમભાઈ બાંગા (કોટડાસાંગાણી), શ્રી પરવેઝભાઈ બાંગા (કોટડાસાંગાણી), શ્રી અતુલભાઈ ભટ્ટ (ભાયાવદર), શ્રી હિતેષભાઈ ભટ્ટ (ભાયાવદર), શ્રી પ્રવિણભાઈ સેજપાલ (ટંકારા), શ્રી જય કંસારા (ધ્રોલ), ઈલાબેન જોષી (ગોંડલ), શ્રી મોહમ્મદભાઈ રાઠોડ (વાંકાનેર), શ્રી નિલેશભાઈ ચંદારાણા (વાંકાનેર), શ્રી કિર્તીભાઈ શાહ (ચોટીલા), શ્રી જીજ્ઞેશભાઈ (ચોટીલા), શ્રી કૌશિકભાઈ આશરા (કાલાવડ), શ્રી દર્શનભાઈ મકવાણા (જામજોધપુર), શ્રી મનસુખભાઈ બાલધા (જામકંડોરણા), શ્રી વિનોદચંદ્ર સામાણી (દ્વારકા), શ્રી દિપેશ સામાણી (દ્વારકા), શ્રી ધર્મેન્દ્રભાઈ બાબરીયા (ધોરાજી), શ્રી ભોલાભાઈ સોલંકી (ધોરાજી), શ્રી મનમોહનભાઈ બગડાઈ (પડધરી), શ્રી હેમલ બગડાઈ (પડધરી), શ્રી નાનભાઈ ઓઝા (જેતપુર), શ્રી શૈલેષભાઈ ઓઝા (જેતપુર) તેમજ રાજકોટના એજન્ટમિત્રો શ્રી નરેન્દ્રભાઈ સોલંકી, શ્રી પંકજભાઈ ધામેલીયા, શ્રી જગદીશભાઈ ગોહેલ, શ્રી ભુનેશભાઈ મહેતા, શ્રી કૌશિકભાઈ ઓઝા, શ્રી એલ.ડી. સરવૈયા, શ્રી નીતિનભાઈ ફીચડીયા, શ્રી વસંતભાઈ અંબારામ, શ્રી હિતેશભાઈ ઓઝા, શ્રી ભગવતીભાઈ પંડ્યા અને શ્રી અમિતભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

'અકિલા'ના વાર્ષિક લવાજમ પ્રસંગે એકાઉન્ટ વિભાગના શ્રી રાજુભાઈ ધોળકીયા, શ્રી યોગેશભાઈ ખેતાણી, શ્રી અજયભાઈ ત્રિવેદી, શ્રી દિપકભાઈ વ્યાસ, શ્રી ધીરૂભાઈ તેરૈયા, શ્રી મનસુખભાઈ કપુરીયાએ સુંદર સેવા બજાવી હતી.

ભાનુબેન બાબરિયા

મહિલા અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરિયાએ વકતવ્યમાં જણાવ્યું હતું કે, '' અકિલા કિલ્લા જેવું મજબુત છે. સામાન્ય માણસનો અવાજ બન્યું છે. મહાનુભાવો રાજકોટ આવે એટલે 'અકિલા'ની મુલાકાત કરે જ છે. સાથે 'અકિલા' નાનામાં નાના માણસને વાચા આપે છે.

ભાનુબેને આગળ જણાવ્યું હતું કે, અમે ગામડાની મુલાકાતે જઇએ ત્યારે લોકો કહે છે કે, આજે તમે અમારા ગામ આવવાના હતા એ અમે 'અકિલા'માં વાંચી લીધું હતું... આ ઉપરાંત અમારા રાજકીય કાર્યક્રમો અંગે અમેરિકાથી પણ પ્રતિભાવો મળે છે. 'અકિલા'ની ઇ-આવૃતિ વાંચીને અમેરિકા સ્થાયી થયેલા લોકો અમને પ્રતિભાવો આપે છે.

ભાનુબેને અંતમાં ભાવવિભોર બનીને કહ્યું હતું કે, 'અકિલા'ના ડ્રોમા ઉપસ્થિત રહેવાનું મને આમંત્રણ મળ્યું તે બદલ હું આભારી છું. શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશિર્વાદ અમારા પર વરસતા રહ્યાં છે.

શ્રીમતી ગાયત્રીબા વાઘેલા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ અને રાજકોટના કોર્પોરેટર શ્રીમતી ગાયત્રીબા વાઘેલાએ મનનીય વકતવ્ય આપ્યું હતું. તેઓશ્રીએ જણાવ્યું હતું કે, 'અકિલા' સાંધ્ય દૈનિક અમારા માટે શકિતના સ્ત્રોત સમાન છે.

'અકિલા' રાજકોટની શાન છે, સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું પ્રતિક છે, ગુજરાતી પત્રકારત્વનું ગૌરવ છે. 'અકિલા' સત્યનો અવાજ છે અને વેદનાને વાચા આપે છે.

શ્રીમતી ગાયત્રીબાએ લાગણીસભર શૈલીમાં કહ્યું હતું કે, મારૃં ઘડતર 'અકિલા'એ કર્યું છે. 'અકિલા' પરિવારની હું આભારી છું. પાંગરતિ પ્રતિભાને પ્રોત્સાહન આપતું આ સાંધ્ય દૈનિક સમાજને સાચી દિશા આપી રહ્યું છે.

ડો. વલ્લભભાઇ કથીરિયા

પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને કામધેનું આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરિયાએ વકતવ્યમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સાંધ્ય પત્રકારત્વનો પાયો 'અકિલા'એ નાખ્યો છે. શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજિતભાઇ ગણાત્રા, શ્રી રાજુભાઇ ગણાત્રાએ સંઘર્ષ કરીને આ અખબારની માવજત કરી છે. નવી પેઢી શ્રી નિમિષભાઇ ગણાત્રાએ આધુનિક ટેકનોલોજી સાથે તાલ મીલાવીને 'અકિલા'ને દેશ-વિદેશમાં લોકપ્રિય બનાવ્યું છે.

ડો. કથીરિયાએ આગળ જણાવ્યું હતું કે, અકિલાએ સામાજિક સંસ્થાઓને વેગ આપ્યો છે. સમાજના ઉત્તમ કાર્યોમાં કાયમ ઉત્તમ સહયોગ મળતો રહ્યો છે.

'અકિલા'ના તંત્રીલેખો ચોટદાર હોય છે. આ ઉપરાંત દરેક ક્ષેત્રના સમાચારોને તટસ્થતાથી સ્થાન મળે છે. 'અકિલા'માં પારિવારિક માહોલ જોવા મળે છે. ફરજિયાત વાંચવું પડે તેવું આ અખબાર બની ગયું છે.

અશોકભાઇ ડાંગર

 રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોકભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, રાજકોટમાં ભાજપ હોય કે કોંગ્રેસ આ બંને પક્ષોની નેતાગીરી 'અકિલા'ના પ્રોત્સાહનથી સર્જાળ છે. 'અકિલા' સામાન્ય કાર્યકરને નેતા બનવા પ્રોત્સાહન આપે છે અને નેતા આડા પાટે ચઢે તો ઠપકો પણ આપે છે.

'અકિલા'ની તટસ્થ ભૂમિકાની પ્રસંશા કરીને શ્રી ડાંગરે જણાવ્યું હતું કે, ચૂંટણી વખતે અખબારે તટસ્થ રહેવું અઘરૂ હોય છે, પરંતુ આ કાર્ય 'અકિલા' સરળતાથી કરે છે. સાચી વાત લોકો સામે બેધડક રજૂ કરે છે. 'અકિલા' એવું અખબાર બની ગયું છે કે એ વાચ્યા વગર ઊંઘ ન આવે.

પોતાના જીવનની એક ઘટના રજૂ કરતા અશોકભાઇએ જણાવ્યું હતું કે, હું મેયર બન્યો તેના છ મહિના પૂર્વે મને શ્રી કિરીટભાઇ ગણાત્રાએ જણાવી દીધું હતું કે, અશોક તુ મેયર બનવાનો છે....

શ્રી અનિલભાઇ દેસાઇ

નામાંકિત ધારાશાસ્ત્રી કાયદાવિદ્દ શ્રી અનિલભાઇ દેસાઇએ માર્મિક વકતવ્ય આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, શ્રી કિરીટભાઇ ગણાત્રા મને નાનોભાઇ ગણે છ. તેઓએ 'અકિલા'ના પ્રારંભ કાળે ખૂબ સંઘર્ષ કર્યો છે. શ્રી કિરીટભાઇ, શ્રી અજિતભાઇ, શ્રી રાજુભાઇના તપનો હુ સાક્ષી છું.

'અકિલા'નો વધારો ખૂબ લોકપ્રિય બન્યો હતો. તેમાં સનસનાટીપૂર્ણ ન્યૂઝ આવતા આજે 'અકિલા' પારાવાર લોકપ્રિય અને મોટું અખબાર બની ગયું છે, પરંતુ પારદર્શિતા અને શુદ્ધતામાં અડીખમ છે. ચૂંટણીનો સમય છે, એકમાત્ર 'અકિલા' દૈનિક એવું છે, જે સેન્ટીમીટરમાં રાજકીય સમાચારો પ્રકાશિત કરતું નથી. પૈસા, ગિફટ કે લાંચમાં 'અકિલા'ને રસ નથી. તટસ્થતાથી ન્યૂઝ પ્રકાશિત કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પથી માંડીને રેસકોર્સની ચકરડીવાળાના ન્યૂઝ આવરી લે છે. ઉગતી પ્રતિભાઓને 'અકિલા' પ્લેટફોર્મ-પ્રોત્સાહન પૂરા પાડે છે.

શ્રી અનિલભાઇ દેસાઇએ 'અકિલા' પરિવારના દિવંગત સ્વ. એ.જી. છુકારિયા તથા સ્વ. નરેન્દ્રભાઇ પારેખને સ્મરીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

કમલેશ મીરાણી

રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઇ મીરાણીએ નિખાલસભાવથી વકતવ્યનો પ્રારંભ કરતા કહ્યું હતું કે, મારા જેવા અનેક કાર્યકરોની કારકિર્દી 'અકિલા'એ ઘડી છે. શેરીથી માંડીને સંસદ સુધીના નેતૃત્વ સર્જવામાં 'અકિલા'એ ભૂમિકા ભજવી છે. 'અકિલા'ની લોકપ્રિયતા પારાવાર છે. વિવિધ દૈનિકપત્રોનો ઢગલો પડયો હોય છે, પરંતુ 'અકિલા' વાચવા પડાપડી થાય તેવા દ્રશ્યો દરરોજ જોવા મળે છે.

શ્રી મીરાણીએ કહ્યું હતું કે, શ્રી કિરીટભાઇ, શ્રી અજિતભાઇ, શ્રી રાજુભાઇ અને શ્રી નિમિષભાઇ ગણાત્રાએ 'અકિલા'ને સર્વોચ્ચ સ્થાને પહોંચાડયું છે. આ પ્રસંગે હું સ્વ. નરેન્દ્રભાઇ પારેખને યાદ કરીને કહું છું કે, મામાનો પ્રેમ પણ અમને ખૂબ મળ્યો છે.

શ્રી કનૈયાલાલ ભટ્ટ

લોકપ્રિય કથાકાર શ્રી કનૈયાલાલ ભટ્ટજીએ 'અકિલા'ના વાર્ષિક ડ્રો પ્રસંગે ચીંતનીય પ્રવચન આપ્યું હતું. ભટ્ટજીએ જણાવ્યું હતું કે, '' સર્વે સુખના સન્તુ... વિચારનું વાવેતર 'અકિલા'એ કર્યું છે. સાંધ્ય દૈનિકનો વિચાર જ ઉત્તમ છે. રાત્રે અખબાર વાંચીને સૂવાનું એ ઉત્તમ સ્વપ્નના વાવેતર સમાન છે. સમાચારનું આયુષ્ય ખૂબ ઓછું હોય છે. એકાદ કલાકમાં જ સમાચાર વાસી થઇ જાય છે. સમાચારમાં રહેલું સત્ય દીર્ધજીવી હોય છે. 'અકિલા' સત્યનું સ્વરૂપ છે.

શ્રી ભટ્ટજીએ આગળ જણાવ્યું  હતું કે, નારાયણનાં ઘણા સ્વરૂપ છે, સૂર્ય નારાયણ, લક્ષ્મી નારાયણ વગેરે.... જેમાં 'અકિલા' શબ્દ નારાયણ છે. અને પત્રકાર સમાજનું સત્ય નારાયણ સ્વરૂપ છે. 'અકિલા' રાજકોટનું ગૌરવ છે. કયારેક સમાજના હિતાર્થે કઠોર લખો પરંતુ ઠપકો ઉપરછલ્લો હોય, પરંતુ આંતરિકરૂપે એ સહાયક જ બને છે. સમાચારપત્રની શ્રેષ્ઠતા 'અકિલા'માં જોવા મળે છે.

'અકિલા'ના વાર્ષિક ડ્રોમાં વકતાઓ મનમૂકીને વરસ્યા હતા. વકતવ્યો બાદ અગ્રણીઓ અને 'અકિલા'ના પ્રતિનિધિઓ-એજન્ટોની ઉપસ્થિતિમાં ડ્રો યોજાયો હતો. બાદમાં સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણીને સૌ છૂટા પડયા હતા.

આ પ્રસંગે ''અકિલા''ના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા, ''અકિલા''ના એકિઝકયુટીવ એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રા સાથે ''અકિલા'' પરિવારના શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી જયદેવસિંહ જાડેજા તેમજ જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો.ભાવેશ સચદે અને ઓમ હોસ્પિટલના જાણીતા એમ.ડી. ડો.વિરલ બલદાણીયા, સિનર્જી હોસ્પિટલના ક્રિટીકલ કેર સુપર સ્પેશ્યાલીસ્ટ ડો. જયેશ ડોબરીયા તેમજ ગૌસેવા આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોકભાઈ ડાંગર,  કોંગી અગ્રણી શ્રી જીતુભાઈ ભટ્ટ, શ્રી મહેશ રાજપૂત તથા ''અકિલા''ના એકાઉન્ટ વિભાગના શ્રી રાજુભાઈ ધોળકીયા, શ્રી ધીરૂભાઈ તેરૈયા, શ્રી મનસુખભાઈ કપુરીયા, શ્રી યોગેશભાઈ ખેતાણી તેમજ શ્રી અશોકભાઈ બગથરીયા, શ્રી ઉદયભાઈ વેગડા, શ્રી નીતીનભાઈ પારેખ, શ્રી રણજીતસિંહ ચૌહાણ, શ્રી અમિત જોષી, શ્રી વિજયભાઈ કામાણી, શ્રી હરિશભાઇ ગોંડલીયા, શ્રી સુનીલભાઇ મકવાણા, શ્રી તુષારભાઈ ભટ્ટ, શ્રી ધ્રુમિલભાઈ પારેખ, શ્રી સાજીદભાઈ વિંછી સહિત ''અકિલા'' પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અકિલાના આભૂષણ નરેન્દ્રમામા અને એ.જી.છુકારિયાની યાદ તાજી

શરદભાઇ સોનપાલ, મધુભાઇ સોનપાલ, હરીશભાઇ ચગ, સુરેન્દ્રભાઇ ગણાત્રા, રસિકભાઇ બાવલિયા, રંજનબેન રાહુલભાઇ જોષી  વગેરેનું પણ સ્મરણ

રાજકોટઃ અકિલાની લવાજમ યોજનાના ડ્રો પ્રસંગે અકિલાના પાયાના પથ્થરો સ્વ. એ.જી.છુકારિયા અને સ્વ. નરેન્દ્રભાઇ પારેખને વકતાઓ ડો. વલ્લભભાઇ કથીરિયા, અનિલભાઇ દેસાઇ વગેરેએ યાદ કરી તેમના યોગદાનની પ્રશંસા કરી સ્મરણાંજલી અર્પી હતી. ઉપરાંત અકિલા પરિવારે અકિલાના અસીમ સહયોગી રહેલા સ્વજનો સ્વ. શરદભાઇ સોનપાલ, સ્વ. મધુભાઇ સોનપાલ, સ્વ. હરીશભાઇ ચગ, સ્વ. સુરેન્દ્રભાઇ ગણાત્રા, (બાબાકાકા) વગેરેને યાદ કરી શ્રદ્ધાંજલી અર્પી હતી. અકિલા પરિવારે સ્વ.રસિકભાઇ બાવલિયા અને સ્વ. રંજનબેન રાહુલભાઇ જોષીના દેહવિલય અંગે પણ દુઃખની લાગણી વ્યકત કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

કાર્યક્રમની ઉદ્દઘોષણામાં ઉભરી અકિલાના સુકાનીઓની વિશેષતા

રાજકોટ : ગઇકાલે અકિલાની વાર્ષિક લવાજમ યોજનાના ડ્રો પ્રસંગે કાર્યક્રમ સંચાલક અકિલા પરિવારના ડો. અનિલ દશાણીએ અકિલા પરિવારના સુકાનીઓ કિરીટભાઇ ગણાત્રા, અજિતભાઇ ગણાત્રા અને નિમિષ ગણાત્રાની વિશેષતાની શાયરી-પંકિત અને સુવાકયના માધ્યમથી ઝલક આપી હતી.

 શ્રી કિરીટભાઇ ગણાત્રાની પ્રેરણા

બીજાના સુખમાં નિમિત બનો, ભાગીદાર ન બનો.

બીજાના દુઃખમાં ભાગીદાર બનો, નિમિત ન બનો

 શ્રી અજિતકાકાની જીવનશૈલી

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત

ચોમાસે વાગડ ભલો, અજિતકાકા બારે માસ...

 નિમિષ ગણાત્રાની પડકારો ઝીલવાની પ્રકૃતિ

ના સંઘર્ષ,ના તકલીફ, (તો), કયા મજા હૈ ફીર જીને મૈ ?

તૂફાન  ભી થમ જાએંગા, (અગર) લક્ષ્ય હોગા સિન મેં

(3:36 pm IST)