Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

છત્તીસગઢમાં પોલીસને મોટી સફળતા : સુકુમામાં 34 નક્સલીઓનું એરબોર ચોકીમાં આત્મસમર્પણ

નક્સલીઓની ખોખલી વિચારધારાથી કંટાળી સમાજની મુખ્ય વિચારધારામાં જોડાવવા ઈચ્છા

છત્તીસગઢમાં પોલીસને મોટી સફળતા મળી છે સુકમામાં 34 જેટલા નક્સલીઓ ઘ્વારા પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે  આત્મસમર્પણ કરનારમાં મહિલા નક્સલી પણ શામિલ છે. આ લોકોએ સુકુમા એસપી સામે ઍરબોર ચોકીમાં આત્મસમર્પણ કર્યું છે.

  આ બધા જ નક્સલીઓ પર હિંસાના બધા જ મામલા છે. તેવી સ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં નક્સલીઓનું ચૂંટણી પહેલા આત્મસમર્પણ એક મોટી સફળતા મનાય રહી છે ત્રણ દિવસ પહેલા 6 એપ્રિલે પણ 9 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. આત્મસમર્પણ કરતા નક્સલીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ નક્સલીઓની ખોખલી વિચારધારાથી કંટાળી ચુક્યા છે. એટલા માટે તેઓ સમાજની મુખ્ય ધારા સાથે જોડાવવા માંગે છે.

(1:10 pm IST)