Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

યુપીના શાહજહાંપુરમાં વરરાજાની માફક ઘોડા પર ચડીને લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું

સેહરો બાંધીને ઘોડીએ ચઢ્યા સાથે સમર્થકોના કાફલો અને બેન્ડવાજાની ધૂન સાથે લોકો નાચ્યાં

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીના નામાંકન કરવાની પણ અલગ અલગ ઉમેદવારોની અલગ છટાઓ હોય છે, ત્યારે યુપીના શાહજહાંપુરમાં સંયુક્ત વિકાસ પાર્ટીના ઉમેદવાર વૈદ્યરાજ કિશન વરરાજાની જેમ તૈયાર થઈને ઘોડા પર બેસી પોતાનુ ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા હતા, તેમણે જાહેર જનતાને અનુસંધી કહ્યું હતું કે, "હું તો રાજનીતિનો જમાઇ બનીને જઇ રહ્યો છુ, દુલ્હન તો 28 મે બાદ આવશે".

   વૈદ્યરાજ કિશને સેહરો બાંધીને ઘોડીએ ચઢ્યા હતા, સાથે સાથે સમર્થકોના કાફલો અને બેન્ડવાજાની ધૂન સાથે લોકો નાચી પણ રહ્યાં હતાં. આ નામંકનનો અંદાજ અનોખો હતો. આ દ્રશ્ય જોતની સાથે લાગતું હતું કે જાણે વરરાજની સાથે તેમના જાનૈયા પણ નાચતા-ગાતા પરણવા નીકળ્યા હોય. પરંતુ અલગ ઉમેદવારોની અલગ છટા હોય છે, તેમ વૈદ્યરાજ કિશનની અનોખી છટા જોવા મળી હતી.

(12:54 pm IST)