Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

પુલવામાં હુમલાની જાણકારી અગાઉથી જ હતી

જૈશના આતંકી નિસાર અહમદ તાંત્રેએ પુછપરછમાં કર્યો ખુલાસોઃ જૈશ-એ-મોહમ્મદે જ હુમલો કરાવ્યો

નવી દિલ્હી તા. ૯ : આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સભ્ય નિસાર અહમદ તાંત્રેએ પૂછપરછમાં ખુલાસો કર્યો કે તે ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ-કશ્મીરના પુલવામામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ પર થેયા આત્મઘાતી હુમલા વિશે અગાઉથી જાણ હતી.

તાંત્રેનું કહેવું છે કે તેને આ હુમલાની પહેલાથી જાણકારી એટલે હતી કારણકે હુમલાના મુખ્ય સાજિસકર્તા મુદસ્સિર ખાને તેને પણ આ હુમલાનો અંજામ આપવામાં સામેલ થવા માટે કહ્યું હતુ. હુમલો પાકિસ્તાનમાં આવેલ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કરાવ્યો હતો. આ જાણકારી તાંત્રેની પુછપરછમાં સામેલ એક અધિકરીએ આપ્યુ.

ઙ્ગ ઉલ્લેખનીય છે કે તાંત્રેએ અંદાજે એક સપ્તાહ પહેલાજ યુએઈએ ભારતને સોંપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જૈશના આતંકીએ પુષ્ટિ કરી છે કે હુમલો જૈશના આદેશ પર કરવામાં આવ્યો હતો. અને ખાન જ એ વ્યકિત છે જેને હુમલાનો નેતૃત્વ કરીને તેને અંજામ આપ્યો. તાંત્રે દ્વારા કરેલા ખુલાસા પહેલા ભારતીય તપાસ એજેન્સીઓ ખુફિયા જાણકારી અને જૈશના નીચલા સ્તરના આતંકીઓને પૂછપરછ પર જ નિર્ભર હતી.

(11:38 am IST)