Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

બીજેપીના સંકલ્પપત્રને રાહુલ ગાંધીએ બંધ રૂમમાં તૈયાર થયેલું ઘોષણાપત્ર ગણાવ્યુ : કહ્યું કે,... અભિમાન નીતરી રહ્યું છે

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો અસંખ્ય લોકો સાથે ચર્ચા કરી કરોડો લોકો માટે હિતકર : ભાજપનો ઢંઢેરો બંધ રૂમમાંથી નીકળેલો એક વ્યકિતનો અવાજ... રાહુલ ગાંધીનો મોદી પર કટાક્ષ

દિલ્હી, તા. ૯ : ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે લોકસભાની ચૂંટણી માટે પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કર્યુ હતું. આ સંદર્ભમાં મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી બીજેપી પર હુમલો કર્યો છે. બીજેપીના સંકલ્પપત્રને તેમણે બંધ રૂમમાં તૈયાર થયેલુ ઘોષણાપત્ર ગણાવ્યુ છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસનું ઘોષણાપત્ર અનેક ચર્ચાઓ બાદ કરોડો ભારતીય લોકોની અવાજ બુલંદ કરનારૂ શકિતશાળી ઘોષણાપત્ર છે નહિં કે ભાજપની માફક બંધ રૂમમાં તૈયાર થયેલું ઘોષણાપત્ર. આ માત્ર એક વ્યકિતનો અવાજ છે એમ કહી નરેન્દ્ર મોદી સામે કટાક્ષ કર્યો છે.

(11:37 am IST)