Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ ને અમેરિકાએ આતંકી સંગઠન જાહેર કર્યું

આતંકવાદને સમર્થન આપવાનો અને માનવઅધિકારોનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ(આઈઆરજીસી)ને 'વિદેશી આતંકી સંગઠન' જાહેર કર્યું છે.

 અમેરિકાએ કોઈ દેશની સેનાને 'આતંકી સંગઠન' જાહેર કર્યું હોય એવું પહેલી વખત બન્યું છે. ટ્રમ્પે જ્યારથી ઈરાન સાથે પરમાણું કરાર તોડ્યા છે, ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. વ્હાઈટ હાઉસનું કહેવું છે કે આઈઆરજીસીનો અર્થ 'ઇંપ્લિમેંટિંગ ઇટ્સ ગ્લોબલ ટેરરિસ્ટ કૅમ્પેન' છે.

  રાષ્ટ્રપતિ ટ્રમ્પે  નિવેદનમાં જણાવ્યું, "વિદેશ મંત્રાલયનો આ બહુ મોટો નિર્ણય છે. ઈરાન આતંકવાદને પ્રોત્સાહન આપવાની સાથે આઈઆરજીસીમાં સક્રિય રીતે સામેલ છે."

  અમેરિકાએ આઈઆરજીસી અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ પર આતંકવાદને સમર્થન આપવાનો અને માનવઅધિકારોનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કર્યો છે.

  ટ્રમ્પે કહ્યું કે આ રીતે ઈરાન પર દબાણ વધશે. "જો તમે આઈઆરજીસી સાથે સંબંધ રાખો છો તો તમે આતંકવાદને સમર્થન આપો છો."

   એવું માનવામાં આવે છે કે રિવૉલ્યુશનરી ગાર્ડમાં હાલ જમીનદળ, નૌસેના, હવાઈદળ અને ઈરાનના રણનૈતિક હથિયારોની દેખરેખ રાખતા સવા લાખ જવાન છે. તે ઉપરાંત ગાર્ડ સંલગ્ન 90 હજાર પુરુષો અને સ્ત્રીઓ સહિતની વૉલન્ટરી ફોજ છે.

આ સંગઠન ઈરાની તેલ નિગમ અને ઇમામ રઝાની દરગાહ બાદ દેશનું ત્રીજું સૌથી ધનિક સંગઠન છે.

(11:30 am IST)