Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

કાલ્પનિક શૌર્ય અને સાહસના દમ પર દેશનું નેતૃત્વ ન કરી શકાય.: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

દેશમાં અબજપતિઓ વધતી સંખ્યા સાથે મધ્યમ વર્ગના લોકોની આવકમાં વધારો થવો જોઈએ

નવી દિલ્હી :પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ચૂંટણી માહોલમાં મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે કાલ્પનિક શૌર્ય અને સાહસના દમ પર દેશનું નેતૃત્વ ન કરી શકાય. ભારતને એવા નેતાની જરૂર છે જે દેશના લોકોની અપેક્ષા પર ખરા ઉતરી શકે. દેશને ગરીબીમાંથી સંપૂર્ણપણે બહાર કાઢવા માટે હજુ ઘણી લાંબી સફર કરવાની છે. જ્યાં સુધી ગરીબી સંપૂર્ણપણે ખતમ ન થાય ત્યાં સુધી માનવ વિકાસને વધુ સારી ગતિથી આગળ વધારવાની જરૂર છે.

  પ્રણવ મુખર્જીએ કહ્યુ કે સારુ છે કે દેશમાં અબજપતિઓની સંખ્યા સતત વધી રહી છે, ફોર્બ્ઝની લિસ્ટમાં વધતા અબજપતિઓના નામ શામેલ થઈ રહ્યા છે. પરંતુ આ સાથે એ પણ જરૂરી છે કે દેશમાં મધ્યમ વર્ગના લોકોની સંખ્યામાં પણ દર વર્ષે વધારો થવો જોઈએ, જેમની આવકમાં વૃદ્ધિ થાય. પૂર્વ રાષ્ટ્રપતિએ એ અંગે ચિંતા વ્યક્ત કરી કે દેશના એક ટકા નાગરિકો પાસે દેશની કુલ સંપત્તિનો 60 ટકા હિસ્સો છે.

  પ્રણવ મુખર્જીએ કહ્યુ કે ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે આપણે ખૂબ કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યુ કે આંકડા દર્શાવે છે કે આપણી વૃદ્ધિ સમાવેશી નથી અને આને સમાન કરવાની જરૂર છે. જે લોકો વિકાસની યાત્રામાં પાછળ છૂટી ગયા છે તેમને આ સીમામાં લાવવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અનુસાર ભારત દુનિયાની સાતમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા છે. યુએનનાએક રિપોર્ટની માનીએ તો માર્ચ 2019 સુધી ભારતની જીડીપી 7.6 સુધી રહેશે.

(11:27 am IST)